દાહોદ જિલ્લાના ગરબાડા APMC ના ચેરમેન તરીકે પ્રતાપભાઈ બામણીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી

0
69

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગરબાડા (APMC) ના ચેરમેન અજીતસિંહ ભરતસિંહ રાઠોડનું તા.૦૩/૧૦/૨૦૧૯ ના રોજ આકસ્મિક અવસાન થતાં પ્રથમ ટર્મની બાકી રહેલ સમય માટે નવા ચેરમેનની ચૂંટણી આજે તા.૧૫/૦૧/૨૦૨૦ ના રોજ બપોરે ૦૧:૩૦ કલાકે ચૂંટણી અધિકારી અને જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ દાહોદના અધ્યક્ષ સ્થાને ગરબાડા APMC ઓફિસ ખાતે રાખવામાં આવી હતી. જેમાં પ્રતાપભાઈ ભગાભાઈ બામણીયાની પ્રથમ ટર્મની બાકી રહેલ સમય માટે ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગરબાડા (APMC) ના ચેરમેન તરીકે બિનહરીફ સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

પ્રતાપભાઈ ભગાભાઈ બામણીયાની ગરબાડા APMC ના ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી થતાં હાજર સૌ કોઈએ તેમને ફૂલહાર પહેરાવી વધાવી લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here