દાહોદ જિલ્લાના ગરબાડા P.S.I. સહિત અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓ સેલ્ફ હોમ ક્વોરોન્ટાઈનનો સમયગાળો પૂર્ણ થતા પુનઃ ડ્યુટી પર થયા હાજર

0
40

કોરોના પોઝીટીવ યુવકની બાઇક ડિટેઇન કરતા ૧૫ દિવસ માટે હોમ ક્વોરોન્ટાઈન થયેલ ગરબાડા P.S.I. તથા બીજા ત્રણ પોલીસ કર્મીઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા આ તમામ પોલીસ કર્મીઓ ડ્યુટી ઉપર પુનઃ હાજર થયા.

દાહોદ જિલ્લાનાગરબાડા તાલુકાના ભીલવા ગામનો એક યુવક તા.૧૨/૦૪/૨૦૨૦ ના રોજ તેના મિત્ર સાથે બાઇક પર ફરવા નીકળ્યો હતો તે સમયે ગરબાડા P.S.I. પી.કે.જાદવ સહિતના સ્ટાફે ગરબાડા આઝાદ ચોક વિસ્તારમાંથી સદર યુવકની બાઇક ડિટેઇન કરી હતી. આ બાઇક યુવકનો મિત્ર ચલાવતો હતો. બે દિવસ બાદ એટલે કે તા.૧૪/૦૪/૨૦૨૦ ના રોજ ભીલવા ગામનો આ યુવક કોરોના પોઝીટીવ હોવાનું ડિટેક્ટ થતા P.S.I. પી.કે.જાદવ સહિતના સ્ટાફે આ કોરોના પોઝિટિવ યુવકની બાઈક ડિટેઈન કરી હોવાથી P.S.I. પી.કે.જાદવ તથા તેમની સરકારી ગાડીનો ડ્રાઇવર અરવિંદભાઈ ચુનીયાભાઇ બારિયા તથા પોલીસ કોંસ્ટેબલ પ્રવીણભાઈ કાનાભાઈ ગઢવી તથા તાલીમાર્થી ચિરાગકુમાર મોહનસિંહ રાઠોડ તકેદારીના ભાગરૂપે તા.૧૪/૦૪/૨૦૨૦ ના રોજથી સેલ્ફ હોમ ક્વોરોન્ટાઇન થયેલ હતા.

ગરબાડા P.S.I. તથા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓનો હોમ ક્વોરોન્ટાઇનનો ૧૪ દિવસનો સમયગાળો પૂર્ણ થતાં તેઓનું મેડિકલ ચેકઅપ કરાવતા આ તમામના કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા ગરબાડા P.S.I. સહિત બીજા ત્રણ પોલીસ કર્મીઓ આજે તા.૩૦/૦૪૨૦૨૦ ને ગુરુવારના રોજ તેમની ડ્યુટી ઉપર પુનઃ હાજર થયા છે. આ વેળાએ ડી.વાય.એસ.પી. પરેશ સોલંકીએ P.S.I. પી.કે. જાદવ સહિત ત્રણેય પોલીસ કર્મીઓને ફૂલોના બુકે આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here