દાહોદ જિલ્લાના ગ્રામિણ ભૂમિહીન કુટુંબો માટે નિઃશુલ્ક આમ આદમી વીમા યોજનાની ઉજળી તક

0
795

logo-newstok-272-150x53(1)

Editorial Desk – Dahod

દાહોદ જિલ્લામાં વસતા ગ્રામિણ ભૂમિહીન કુટુંબો માટે રાજય સરકાર નિઃશુલ્ક જીવન વીમા યોજના કેન્દ્ર સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર તથા એલ.આઇ.સી. દ્વારા એક પ્રતિષ્ઠાવાન યોજના એટલે કે નિઃશુલ્ક આમ આદમી વીમા યોજના અમલિત છે. આ યોજનાના અસરકારક અમલીકરણ અંગેની બેઠક જિલ્લા વિકાસ અધિકારી સતિષ પટેલના અધ્યક્ષ સ્થાને જીલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાઇ હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સતિષ પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં વસતા ભૂમિહીન ખેડૂતોને આ આમ આદમી વીમા યોજનાનો લાભ મળે તો તેમના જીવનમાં ચોકકસ પરિવર્તન સાથે અજવાશ ફેલાશે. તે માટે આયોજનનો લાભ બહોળી સંખ્યામાં ચોકકસ લોકો લે તે માટે જાગૃત્તિ, લાવવા, યોજનાનો બહોળો પ્રચાર-પ્રસાર થાય તે માટે પ્રયાસો હાથ ધરવા ઉપસ્થિત સંલગ્ન અધિકારીઓને સૂચન કર્યું હતું.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ઉપાધ્યાયે યોજનાની વિસ્તૃત સમજ આપતાં જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ જમીન વિહોણા બીપીએલ લાભાર્થીઓ જ મેળવી શકશે. જેઓ પાસે પોતાની માલિકીની જમીન નથી અને જેઓના બી.પી.એલ. ગુણાંક ૦ થી ૧૬ માં આવતો હશે તેઓને આ યોજનાનો લાભ મળી શકે છે. આ યોજનાની નોડલ એજન્સી રાજય/કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર હશે. આ સભ્યો વતી ઉકત યોજનાનું કામકાજ સંભાળશે. લાભાર્થી સુનિશ્વિત કરવા રાજય, કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર પંચાયતો સાથે મસલત કરીને સુનિશ્વિત કરશે કે કઇ વ્યકિતને આ યોજનાનો લાભ આપવાનો છે. તમામ સભ્યોને એલ.આઇ.સી. દ્વારા અલગ અલગ નંબર વાળુ એક ઓળખપત્ર આપવામાં આવશે.

આ યોજનાનો લાભ ૧૮ વર્ષથી ૫૯ વર્ષની ઉંમર વચ્ચેની વ્યકિતને મળશે. સભ્ય ગ્રામિણ ભૂમિહીન કુટુંબનો પ્રમુખ અથવા કુટુંબની રોજ કમાતી એક વ્યકિત હોવી જોઇએ. ઉંમરના પુરાવા માટે રેશનકાર્ડ, જન્મ દાખલાનો નિષ્કર્ષ, શાળા પ્રમાણપત્રનો નિષ્કર્ષ, મતદાર યાદી, ઓળખપત્ર જો કોઇ શંકા હોય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા અપાયેલું પ્રમાણપત્ર માન્ય ગણાશે. યોજનાના લાભોમાં વીમાની મુદત પૂર્ણ થવા પૂર્વે સભ્યનું મૃત્યુ થાય તો નાંમાકન વ્યકિતને ૩૦,૦૦૦/- ની રકમ મળવાપાત્ર રહેશે. અકસ્માત વીમા લાભ અંતર્ગત દુર્ધટનનામાં મૃત્યુ થાય કે દુર્ધટનાને કારણે આંશિક/સંપૂર્ણ સ્થાયી અપંગતા આવે ત્યારે જો મૃત્યુ થાય તો રૂા. ૭૫,૦૦૦/- સ્થાયી સંપૂર્ણ અપંગત્વ આવે તો રૂા. ૭૫,૦૦૦/- એક આંખ અથવા એક હાથ અથવા એક પગ જાય તો રૂા. ૩૭,૫૦૦/- મળશે. યોજના હેઠળ વીમો ઉતારેલા સભ્ય બાળકો માટે એક મફત–એડ-ઓન શિષ્યવૃત્તિનો લાભ ઉપલબ્ધ છે. ધો-૯ થી ધો-૧૨ સુધીના માત્ર બે વિધાર્થી પ્રતિ કુટુંબને દર મહિને ૧૦૦/- ની શિષ્યવૃતિ આપવામાં આવશે. પ્રતિ સભ્યનું રૂા. ૨૦૦/- નું વાર્ષિક પ્રિમિયમ હશે. ૫૦ ટકા પ્રિમિયમ આર્થિક સહાયતા કેન્દ્ર સરકાર દ્વારા અને ૫૦ ટકા પ્રિમિયમનું અંશદાન રાજય/કેન્દ્ર શાસિત પ્રદેશ કરશે.

આ યોજનાનો લાભ લેવા ગ્રામ્ય કક્ષાએ ક્લસ્ટર કો-ઓર્ડિનેટર (મિશન મંગલમ્) ગ્રામ સેવક (આઇ.આર.ડી), તાલુકા કક્ષાએ તાલુકા લાઇવલીહુડ મેનેજર, વિસ્તરણ અધિકારી, તાલુકા પંચાયત કચેરી, જિલ્લા કક્ષાએ જિલ્લા લાઇવલીહુડ મેનેજર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો સંપર્ક કરવો

બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. નિનામા, પ્રાથમિક શિક્ષણ અધિકારી હાંડા, સમાજકલ્યાણ અધિકારી દવે, વિસ્તરણ અધિકારી કોચરા, ટીપીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here