દાહોદ જિલ્લાના ઝાલોદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી નિમિત્તે આજે પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું

0
201

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા બી.એમ. હાઇસ્કૂલ ખાતે વિજયાદશમી ઉત્સવ નિમિત્તે આજે તા.૧૭/૧૦/૨૦૨૧ ને રવિવારના રોજ પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં RSS ના કાર્યકર્તાઓ ઝાલોદ નગરમાં પોતાની આગવી શૈલીમાં પથ સંચલનનું આયોજન કર્યું હતું જેમાં નગરજનો દ્વારા અલગ અલગ જગ્યાએ તેમના પર પુષ્પવર્ષા કરી RSS ના કાર્યકર્તાઓનું અભિવાદન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પથ સંચલનમાં સામુહિક શસ્ત્રોનું પૂજન પણ કરવામાં આવ્યું તેમજ દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કામગીરીનો ઉલ્લેખ કરી લોકોને RSS વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here