દાહોદ જિલ્લાના ઝાલોદ ગામના વણિક સમાજના ત્રણ જેટલા પોઝિટિવ કેસ આવતા નગરમાં ફફડાટ

0
132

 PRITESH PANCHAL –– JHALOD 

વેપાર ઉદ્યોગ વિકાસ સહકારી બેંક લિ. ઝાલોદના બે કર્મચારી પોઝિટિવ તો નગરમાં એકનું મોત.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગરમાં કોરોનાના કેસોએ તરખાટ મચાવ્યા બાદ એક સપ્તાહ સુધી શાંતિ જાળવી હતી. પરંતુ આજે તા.૧૨/૦૯/૨૦૨૦ ને શનિવારના રોજ વૈષ્ણવ સમાજના ત્રણ વ્યક્તિઓને એક સાથે કોરોના પોઝિટિવ આવતા જ ઝાલોદ નગરમાં ફફડાટ ફેલાયો છે. જેમાં ઝાલોદની વેપાર ઉદ્યોગ વિકાસ સહકારી બેંકના કર્મચારી પરીનભાઈ શેઠ તથા વનીતભાઈ કોઠારીનો સમાવેશ થાય છે. તથા અન્ય એક વેપારી કુમેન્દ્રભાઈ કોઠારી સહિત કુલ ત્રણ વ્યકિતઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે વેપારી કુમેન્દ્રભાઈ કોઠારી આજે શનિવારના રોજ સવારમાં બાથરૂમમાં પડી ગયા હતા. જ્યાં તેઓ મૃત્યુ પામ્યા હતા, ત્યારબાદ તેઓને ઝાલોદના સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓનો કોવિડ-19 નો ટેસ્ટ કરવામાં આવતા તેઓ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ તેઓની અંતિમ વિધિ ઝાલોદના સ્મશાન ગૃહમાં કરવામાં આવતા નગરમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. જો કે તેમની અંતિમ ક્રિયામાં પૂરતી તકેદારી જાળવવામાં આવી હોઈ, આ અંગે કોઈ જ ભય રાખવાની જરૂર ના હોવાનું તંત્રએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here