ડ્રીસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન આર.એમ. વ્હોરા ના માર્ગદર્શન હેઠળ ઝાલોદના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ બી.આર.સોલંકી, એડીશનલ સિવિલ જજ જે.ડી. શર્મા, ફતેપુરાના જયુડીશીયલ મેજીસ્ટ્રેટ એ.એ. દવે તથા ફતેપુરાના વકીલ મંડળના પ્રમુખ શરદભાઇ વકીલ સહિત અન્ય સીનીયર વકીલોએ સ્વખર્ચે વિધવા, અસહાય, વિકલાંગ અને ગરીબ લોકોને અનાજની કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ચોખા, લોટ, તેલ, દાળ, હળદર, મરચું, મીઠું, ડેટોલ સાબુ સાથેની કીટ તૈયાર કરી ગરીબ લોકોને વિતરણ કરવામાં આવી હતી.
