દાહોદ જિલ્લાના ઝાલોદ – લીમડી ખાતે જીવન જરૂરી વસ્તુની કીટ્સનું વિતરણ કરતા સાંસદ જશવંતસિંહ ભાભોર

0
130
હાલ વિશ્વમાં કોરોના વાયરસ રોગની મહામારી ચાલી રહી છે. આ મહામારી ને રોકવા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરેલ છે, ત્યારે આ લોકડાઉનમાં ગરીબ લોકોને તકલીફ ન પડે તે માટે દાતા અને સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી જીવન જરૂરી ચીજ – વસ્તુઓની કીટ્સના વિતરનનો ધોધ વહી રહ્યો છે. તદનુસાર દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ અને પૂર્વ કેન્દ્રિય આદિજાતિ રાજ્યમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે ઝાલોદ નગરના ગરીબ લોકોને તથા લીમડીના કારઠ – કંબોઇ વિસ્તારના ગરીબ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તબક્કે સાંસદએ નાગરિકોને અપીલ કરી હતી કે કોરોનાના લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવો અને ઘરમાં સુરક્ષિત રહો. આ વિતરણ દરમિયાન પૂર્વ ધારાસભ્યશ્રી મહેશભાઇ ભૂરીયા, જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની, દિપેશ લાલપુરવાલા, અગ્રણી સર્વેશ્રી મુકેશભાઇ કર્ણાવત, હિરેન પટેલ, પંકજભાઈ અગ્રવાલ, હિતેશ પંચાલ, જેશિંગભાઈ વસૈયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here