દાહોદ જિલ્લામાં સળંગ ત્રીજા દિવસે પણ કોરોના પોઝીટીવ આવતા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દોડતું થયું

0
292

દાહોદ જિલ્લામાં તા.૧૭/૦૬/૨૦૨૦ ના રોજ ઝાલોદ તાલુકાના કદવાળ ગામમાં, તા.૧૮/૦૬/૨૦૨૦ ના ગત રોજ લીમખેડા તાલુકાના પીપળી ગામે અને આજે તા.૧૯/૦૬/૨૦૨૦ ને ત્રીજા દિવસે દેેેવગઢ બારીયા તાલુકા મુખ્ય મથકે પણ કોરોના પોઝીટીવ આવતા સમગ્ર વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા આજ રોજ કુલ ૮૯ ના સેમ્પલના રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ૮૮ લોકોના સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા અને ૦૧ વ્યક્તિ કે જે દેવગઢ બારીયા તાલુકાના મુખ્ય મથક દેવગઢ બારીયાના રણછોડરાયજી મંદિરના વહીવટ કર્તા મહારાજ સત્યવાનસિંહ બી.ને કોરોના પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. તેમની ટ્રાવેલ હિસ્ટ્રીમાં  તેઓ નડિયાદ થી દેવગઢ બારીયા આવ્યા હતા. તેમનો રિપોર્ટ પોઝીટીવ આવતા તાત્કાલિક ઝાયડ્સ મેડિકલ અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને તે કોના કોના સંપર્કમાં આવ્યા છે તેની તપાસમાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ જોતરાઈ ગઈ છે. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવામાં આવ્યા છે.
દાહોદમાં અત્યાર સુધીમાં આજના ૦૧ કોરોના પોઝીટીવ સાથે કુલ ૪૮ કેસ નોંધાઈ ચૂક્યાં છે જેમાંથી કુલ ૪૪ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે જેથી કુલ એક્ટિવ કેસની સંખ્યા ૦૪ થઈ ગઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here