BREAKING NEWS – દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના ગામડી ગામેથી ₹ 83 લાખની 500 અને 1000ની જૂની ચલણી નોટો સાથે R.R.CELL ના PSI B.R.RABARI અને PSI H.P.PARMAR એ ચાર લોકોને ઝડપી પાડ્યા

0
654

KEYUR PARMAR – EXECUTIVE EDITOR

      

આજ રોજ તા.૦૭/૧૦/૨૦૧૭ શનિવારના રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ગામડી ગામે આર.આર. સેલના કર્મચારીઓએ ₹ ૫૦૦ અને ₹ ૧૦૦૦ ની ૮૩ લાખની જૂની નોટો તથા એક ઇનોવા કાર સાથે ચાર વ્યક્તિને ઝડપી પડ્યા હતા. આ ચાર વ્યક્તિમાં એક નવસારી અને ત્રણ સુરતના હોવાનું માલુમ પડ્યુ છે.

THIS NEWS IS SPONSERED BY RAHUL HONDA

 

દાહોદ જિલ્લાના રેન્જ I.G. બ્રિજેશકુમાર ઝા ની સૂચના મુજબ R.R.CELL P.S.I. બી.આર.રબારી અને P.S.I. એચ.પી. પરમાર અને કોન્સ્ટેબલ જયંતિ પટેલને મળેલ બાતમીના આધારે ગામડી ગામે રેડ કરતા સુરત નો એક ઈસમ અને અન્ય ચાર ઈસમો નવસારીથી બેગોમાં પૈસા ભરી ઇનોવા કાર લઇ અને સુરતથી આવેલ હતા. અને તેઓ પાસે જૂની ₹ 500 અને ₹ 1000 ના દરની ₹ ૮૩ લાખની નોટો હતી, જે નોટોનું કાંઈક સેટિંગ ગોઠવાય તેમ કરી બદલાવના ઇરાદે આવ્યા હતા. પરંતુ પોલીસે તેઓને ઝડપી પાડી તેઓની પાસેથી જૂની નોટો તેમજ એક ઇનોવ કાર જપ્ત કરી અને તેઓ ક્યાંથી નોટો લાવ્યા હતા અને કોની પાસે લઇ જતા હતા તેની આગળની કાર્યવાહીમાં પોલીસ પૂછપરછમાં બહાર આવે તેવી શક્યતાને નકારી શકાય નહિ. પોલીસ હાલ તો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here