🅱️reaking : દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં કોરોના પોઝીટીવનો વધુ ૦૧ કેસ નોંધાયો, જિલ્લામાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા ૦૭ થઈ

0
107

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લામાં આજે તા.૨૫/૦૬/૨૦૨૦ ને ગુરૂવારને સળંગ ત્રીજા દિવસે ૦૧ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૭૦ ના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેના આજે તા.૨૫/૦૬/૨૦૨૦ ને ગુરૂવારને રોજ બધાના સેમ્પલ આવ્યા જેમાં ૬૯ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૧ વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, આ વ્યક્તિ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના જુના ફળીયા, કુવાબેનાનાં ધીરાજભાઈ એલ. પટેલ ઉ.વ. – ૩૦ વર્ષ. તેઓ ગત તા.૧૩/૦૬/૨૦૨૦ ના રોજ અમદાવાદ મુકામેથી આવેલ હતા. આ વ્યક્તિમાં કોરોના પોઝીટીવના લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને તેઓનો રિપોર્ટ આજ રોજ આવતા તે કોરોના પોઝીટીવ જાહેર થતા તેઓને ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. આ ભાઈ કોના કોના સંપર્કમાં આવ્યા છે અને તેમની ટ્રાવેલ હિસ્ટ્રી બીજી શુ છે તેની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ જોતરાઈ ગઈ છે. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. અને આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરતા આ વિસ્તારને સીલ કરવાની ગતિવિધિ શરૂ કરવામાં આવી રહી છે.

 THIS NEWS POWERED BY –– PHONE WALE 

દાહોદ જિલ્લામાં આજના ૦૧ કોરોના પોઝીટીવ સાથે કુલ ૪૯ કેસ નોંધાઈ ચૂક્યાં છે જેમાંથી કુલ ૪૨ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૦૭ થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here