દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં 2 સગીરા બહેનો ઉપર ગેંગરેપ થયો

0
1270

Keyur A. Parmar

KEYUR PARMAR – DAHOD BUREAU

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાનાં ભૂતપગલાના હોળી ફળિયામાં રહેતા રમણભાઈ ભૂદરભાઇ બારીયા ખેતી કરીને અને કરિયાણાની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને કુલ આંઠ છોકરીઓ અને ત્રણ છોકરાઓનો પરિવાર છે. જેમાથી ત્રણ છોકરીઓના તેમણે લગ્ન કરી દીધા હોય પાંચ છોકરીઓ કુંવારી છે. આ પાંચ છોકરી અને ત્રણ છોકરો તેમની જોડે જ રહે છે. તેમાથી  ઉ.વ.૧૩ અને  ઉ.વ.૧૨ બંને દીકરીઓ અને તેઓના પિતા પોતે તેમના ઘરેથી પોતાની કરિયાણાની દુકાને આશરે નવ વાગ્યે આવ્યા હતા ત્યારે રમણભાઈ પોતે દુકાન ખોલી અંદર હતા અને તેમની બંને છોકરીઓ બહાર ઓટલા પર બેઠી હતી આશરે સાડા નવ વાગ્યાના સુમારે એક મેક્ષ ગાડીથી ફાંગીયા ગામના કુમતભાઇ ફતેસિંઘ રાઠવા અને ગોપસિંગભાઈ શબુરભાઈ સાથે બીજા સાત માણસો આવી રમણભાઈને અને તેમની બંને છોકરીઓને કહેલ કે તારો ભાઈ પિન્ટુ દામાવાવ પોલીસ સ્ટેશનમાં દારુના ગુન્હામાં પકડાયો તો તેને મારૂ (કુમતભાઇ) બોલેલ અને જ્યાં સુધી મારૂ નામ ન કઢાવે ત્યાં સુધી અમે તમને છોડવાના નથી તેમ કહી બંને છોકરીઓને ગાડીમાં ઉઠાવીને લઈ જતાં હતા આ બધુ દેખી રમણભાઈ તે અપહરણકર્તાઓને કહ્યું કે એમાં મારી છોકરીઓનો શું વાંક? તેમ કહી રોકવા ગયા તો કુમતભાઇ ફતેસિંગભાઈ બારિયાએ રમણભાઈના ગાલ ઉપર બે ત્રણ થપ્પડ મારી તેઓને પણ ગાડીના પાછળના ભાગે બેસાડી દીધા અને ત્યા ખાંડણીયા તરફ થોડે દુર આગળ જતાં કુમતભાઈ ફતેસિંગ બારીયા જણાવેલ કે આ બંને છોકરીઓની ઇજ્જત લૂંટી લો તેમ જણાવતા મારી બંને છોકરીઓના કપડાં કુમતભાઇ ફતેસિંગ બારીયા અને બીજા માણસોએ તેમની મોટી છોકરી ના શરીર પર પહેરેલા બધા જ કપડાં કાઢી નાખેલ અને પહેલા કુમતભાઇ ફતેસિંગભાઈ બારિયાએ મારી છોકરી ઉપર દુષ્કૃત્ય કરેલ તે પછી બીજા ત્રણ માણસોએ પણ વારા ફરતી દુષ્કૃત્ય કરેલ અને તેમની બીજી છોકરી સાથે પણ ગાડીમાં બેસેલ માણસોએ કપડાકાઢી નાખેલ અને તેઓએ પણ વારાફરતી દુષ્કૃત્ય કરેલ આ માણસોએ ચાલુ ગાડીએ તેમની બંને છોકરીઓ ઉપર દુષ્કૃત્ય કર્યા પછી રમણભાઈ અને તેમની બંને છોકરીઓને ખાંડણીયા થઈ માંડવ ગમે કેનાલની બાજુમાં ગાડી ઉભી રાખી આ તમામ માણસોએ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી જણાવેલ કે આજે તો તમો બચી ગયા છો અને જો મારૂ નામ દામાવાવ પોલીસ સ્ટેશનમાથી નહીં કઢાવશો તો જાનથી મારી નાખીશું તેમ કહી સવારના ૧૦:૩૦ વાગ્યાના સુમારે રોડ ઉપર ત્રણેય જણને ઉતારી દીધેલ.
આ બંને બહેનોને તેમની ફોઇ સાથે દેવગઢ બારીયા સિવિલ હોસ્પિટલમાંથી એકસપેર્ટ ઓપીનિયન માટે દાહોદ સિવિલ હોસ્પીટલમાં રિફાર કરવામાં આવ્યા હતા. દાહોદમાં તેમનું ગાયનેક વિભાગમાં સ્પેર્મેંટોંજુઆ માટે અને ખાસ એ જ ડિટેરમિનાશન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તદુપરાંત બંને બહેનોના દાહોદ મામલતદાર સમક્ષ નિવેદનો લેવામાં આવ્યા હતા. આજ રોજ ઉપરનાં આરોપીઓમાથી પાંચ આરોપીઓ પૈકી મુખ્ય આરોપી કુમતભાઇ ફતેસિંગભાઈ બારિયા અને તેમનો સાગિર્દ પકડાઈ ગયા અને બાકીના આરોપીઓ સામે ફરિયાદ નોંધી પોલીસએ તપાસનો દોર ચાલુ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here