THIS NEWS IS APONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં દીપડાના હુમલાના બનાવોમાં 4 બાળકોના મોત થયા છે. જે હુમલા પૈકી તા.૦૭/૦૮/૨૦૨૦ ના રોજ સાંજે ૦૭:૦૦ વાગ્યાના સમયે ઘર બહાર છુપાઈ રહેલા વન્યપ્રાણી દીપડાએ ૭ (સાત) વર્ષીય બાળકી ધોળકીબેન સમસુભાઈ ભુરિયા રે. કાંટુ તા.ધાનપુર પર હુમલો કરી ગળાના ભાગે પકડી 500 મીટર સુધી જંગલમાં ઘસડી લઈ ગયો હતો. વન વિભાગને જાણ થતાં સ્થળ પર જઈ બાળકી ને તાત્કાલિક સરકારી વાહનમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર, ધાનપુર લઈ જવામાં આવેલ ત્યાં ડોકટરે મૃત જાહેર કરેલ છે. અને તા.૧૦/૦૮/૨૦૨૦ ના રોજ સાંજના ૦૭:૦૦ કલાકે વન્યપ્રાણી દીપડા દ્વારા ૭ વર્ષીય બાળકી શિલ્પાબેન કાળાભાઇ મીનામા રે.પટેલ ફળિયા, સણગાસર, તા. ધાનપુર રાઉન્ડ કાટુ, રેજ. વાંસિયાડુંગરી પર હુમલો કરી જંગલમાં ઘસડી ગયેલ વન વિભાગને જાણ થતાં તાત્કાલિક સ્થળ બનાવના સ્થળ પર જઈ શોધખોળ, તપાસ હાથ ધરી રાત્રી મોડે સુધી બાળકી મળી ન આવી. આજ રોજ વહેલી સવારે તપાસ કરતા જંગલ ભાગે બાળકી મૃત હાલતમા મળી આવેલ છે આગળ ની કાર્યવાહી RFO દ્વારા હાથ ધરેલ હતી.
આ બંને કરુંણ ઘટના પહેલા પણ બીજા ૧૯ બનાવો બન્યા હતા અને છેલ્લા એક મહિનામાં દીપડાના ૨૧ હુમલાના બનાવો બન્યા છે. જેમાં કુલ ૦૪ બાળકોના મોત નિપજ્યા છે. એકલા ધાનપુર તાલુકામાં ૧૯ હુમલા થયા છે, જેમાં ઝાબુ, કાટુ, આમલીમેનપુર, પાવ, સણગાસર ગામોમાં બનાવો અને ઘટના બની છે અને આ છેલ્લી ઘટના પછી બનાવ નજીક અંદાજે ૧ કિમિ વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરું મૂકેલ જે પાંજરામાં દીપડો આજે રાત્રે પુરાયેલ છે. જેનાથી આજુ બાજુ ના પંથકના લોકોએ રાહત નો દમ લીધો છે
આ સમગ્ર બાબત અંગે અમારી NewsTok24 ના Editor In Chief નેહલ શાહ એ ફોરેસ્ટ વિભાગના અધિકારી સબ DFO પરમાર અને ACF ઋષીરાજ પુવાર નો સંપર્ક સાધતા આ બંને અધિકારીઓએ આ સમગ્ર માહિતી પુરી પાડી હતી.