દાહોદ જિલ્લાના પેન્શનરો જોગ અગત્યની સૂચના : હયાતી ખરાઇના ફોર્મ માટે તા. ૧ મે ના રોજ બેંક કે તિજોરી કચેરીએ રૂબરૂ ન જવું, આ માટેની આગામી તારીખ અખબારોમાં પ્રસિદ્ધ કરવામાં આવશે

0
154

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

  • સર્વિસ પેન્શનની વાર્ષિક આવક રૂ. ૫.૫૦ લાખ કરતા વધુ હોય તેમણે રોકાણની માહિતી ટપાલ અથવા ઇ-મેલથી જ મોકલવાની રહેશે.
  • પેન્શનરે હવેથી જાતે ઇન્કમ ટેક્ષ ભરવાનો રહેશે નહીતિજોરી કચેરી જ ભરવાપાત્ર ઇન્કમ ટેક્ષની કપાત કરશે.

જિલ્લા તિજોરી કચેરી, દાહોદમાંથી I.R.L.A. સ્કીમ હેઠળ બેંક મારફત ગુજરાત રાજય અને કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોને હયાતી ખરાઇના ફોર્મ માટે તા.૦૧/૦૫/૨૦૨૦ ના રોજ બેંક કે તિજોરી કચેરીએ રૂબરૂ ન જવા દાહોદના જિલ્લા તિજોરી અધિકારીએ જણાવ્યું છે. અત્યારે જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને દર વર્ષે મે, જુન, જુલાઇ માસમાં થતી હયાતીની ખરાઇની તારીખ લંબાવવાની કાર્યવાહી હાલ સરકાર દ્વારા ચાલુ હોઈ, જિલ્લાના તમામ પેન્શનર્સને તા.૦૧/૦૫/૨૦૨૦ ના રોજ હયાતી ખરાઇના ફોર્મ માટે બેંકમાં કે તિજોરી કચેરીએ રૂબરૂ ન જવા માટે જિલ્લા તિજોરી અધિકારી, દાહોદએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે. હયાતી ખરાઇ અંગેની આગામી તારીખ વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

ઉપરાંત પેન્શનરો કે જેની નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાનની સર્વિસ પેન્શનની આવક રૂ.૫,૫૦,૦૦૦/- કરતા વધુ થતી હોય તેવા પેન્શનરોને પોતે કરેલા રોકાણની પ્રમાણિત નકલ, પાનકાર્ડ, પીપીઓ નંબર તેમજ વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન જો આવકવેરાની રકમ ભરેલી હોય તો તેના ચલણની નકલ સાથેની અરજી સંબંધિત તિજોરી કચેરીની પેન્શન શાખામાં તા. ૩૧-૦૫-૨૦૨૦ સુધીમાં નિયત ફોર્મ- ૧૨ બી માં માત્ર ટપાલ મારફતે અથવા અત્રેની કચેરીના E-mail ID : treasury-dah@gujarat.gov.in મારફતે જ મોકલવા પેન્શનરોને નોંધ લેવા જાણ કરવામાં આવે છે. ઉક્ત સમયમર્યાદામાં માહિતી ના મળ્યેથી આપ કોઇ પણ જાતનું રોકાણ કરવા માંગતા નથી તેમ માનીને આવકવેરા કપાતની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત કોઇ પેન્શનરે હવેથી જાતે ઇન્કમ ટેક્ષ ભરવાનો રહેશે નહી. પરંતુ તિજોરી કચેરી દ્વારા ભરવાપાત્ર ઇન્કમ ટેક્ષની કપાત કરવામાં આવશે. તેની પણ ખાસ નોંધ લેવા જિલ્લા તિજોરી અધિકારી, દાહોદે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here