દાહોદ જિલ્લાના ફતેપુરમાં દિવસે ને દિવસે દબાણનું વધતું જતું સામ્રાજ્ય, ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યું

0
181

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરા નગરમાં દિવસે ને દિવસે દબાણ વધતા જઈ રહ્યા છે. તેને ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક દબાણ દૂર કરવામાં આવ્યા.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરામાં આખા ગામમાં દબાણ ની પરિસ્થિતિ સર્જાઈ છે જેમાં સરપંચ દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે અને તેનથી દિવસે દિવસે દબાણ વધતું જાય છે ત્યારે હાલ ફરી બાંધકામ કરી નવીન દબાણ થઈ રહેલા ની જાણ ગ્રામ પંચાયત ને થતા દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવ્યું હતું જુના બસ સ્ટેશન પાસે આવેલ વ્યાસ અનુ ભાઈ ની હોટલ આવેલી છે ત્યાં તેઓ દ્વારા વધુ દબાણ કરી આગળ વધતા હતા જેમાં ગ્રામ પંચાયતને કોઈપણ જાતની જાણ કરી ન હતી અને ગ્રામ પંચાયતની જગ્યામાં ચણતર કરી દબાણ કરી રહ્યા હતા ત્યારે ગ્રામ પંચાયતના સભ્યો અને ડેપ્યુટી સરપંચ દ્વારા સ્થળની મુલાકાત લઇ દબાણ અટકાવ્યું હતું અને વધુ કરેલ દબાણ તોડાવી નાખ્યુ હતું. હાલ ફતેપુરા બાયપાસ રોડ ઉપર આવેલી વાવની હાલત જોતા કોલેરા ફાટી નિકળે તેવી દુર્ગંધ અને બહુ જ ગંદું પાણી કૂવામાં આવે છે અને તે જ પાણી ગામમાં નળ વાટે આપવામાં આવે છે તે જ કૂવામાં ભાણાસીમલનું પાણી પણ પાડવામાં આવે છે આખા ગામમાં ગંદગી સિવાય કશું જોવાતું નથી. આ છે ફતેપુરાનો વિકાસ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here