દાહોદ જિલ્લાના ફતેપુરાના સલરા ગામે વળાંકમાં સામ-સામેં બે S.T. બસો ટકરાઈ : બંને S.T. બસો માં બેઠેલ કુલ ૩૩ મુસાફરો ઘવાયા

0
346

 PRAVIN KALAL –– FATEPURA 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સલારા ગામે ફતેપુરા – અંજાર S.T. બસ અને સંતરામપુર – ફતેપુરા S.T. બસ સામ-સામે આવી જતા આ બંને બસો સલરાના વળાંક પાસે અથડાઈ જતા એક્સિડન્ટ થયો હતો. વધુમાં આ વળાંકમાં હંમેશા એકસીડન્ટ થાય છે અને લોકોના મરણ પણ ગયેલ છે તેમ છતાં આ અંગે કોઈ અધિકારીઓ કે રાજકીય વગના માણસો કોઈ કશું બનતું જ ના હોય તેવો આભાસ કરી રહ્યા છે આ વળાંક અને તેના નીચે બીજો વળાંક પણ એ જ રીતનો છે અને રોડ સાઈડમાં ઝાડવાઓ પણ ઘણા છે તો આ બંને વળાંકોમાં થોડી સુધારાની પ્રક્રિયાઓ કરી અને મોટા અકસ્માતો થતાં બચાવી શકાય તેમ છે. આ એક્સિડન્ટમાં કુલ ૩૩ જેટલા મુસાફરો ઘવાયા હતા. તેઓને નાની મોટી ઇજાઓ થઇ હતી. તેમાંથી ચાર થી પાંચ જણાને દાહોદ રીફર કરવામાં આવ્યા હતા. તેમાં એક ડ્રાઇવરને પાછળ થાપાના ભાગે બહુ ઇજા થઈ તેવું જાણવા મળેલ છે અને બીજાને ફેક્ચર થયું હોય તેમ જણાઈ રહેલ છે. આ બાબતે ધાર્મિક લાગણી થી સેવાભાવથી કે પ્રજાના ભલા માટે વધુ પડતી જાનહાનિ ન થાય જેને ધ્યાનમાં લઇ જે તે લાગતા વળગતા અધિકારીઓ રસ લઈ આ સેવાની કામગીરી કરે તેવી પ્રજાજનોની અને લોકલાગણી થી લોકો દ્વારા આ ભયજનક વળાંકમાં સુધારો કરાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here