દાહોદ જિલ્લાના ફતેપુરાના વાંદરીયા અને તેની આજુબાજુના વિસ્તારમાં જંગલી જાનવર રાત્રી દરમિયાન આવી પશુઓને કરે છે ઘાયલ : વનવિભાગ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી

0
285
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંદરીયા ગામ અને તેની આજુ બાજુના ગામોમાં દીપડો અથવા જરખ જેવું કોઈ જંગલી જાનવર રાત્રી દરમિયાન આજુબાજુના ગામોમાં ફરે છે અને પશુઓને ઘાયલ કરી જતુ રહે છે. બે દિવસ અગાઉ વાંદરીયા ગામે પાંચ બકરાંઓને ઘાયલ કર્યા હતા વનવિભાગના અધિકારીઓને જાણ કરાતા તેઓએ તપાસ કરતા તેઓને તપાસમાં કોઈ જંગલી જાનવર મળી આવેલ ન હતું. તેથી તેઓનું માનવું હતું કે આજુ બાજુના વિસ્તારોમાં રાજસ્થાન બોર્ડર આવેલી છે અને ખેતરોમાં ઉભા પાક પણ છે તો તે જાનવર દિવસ દરમિયાન આ ઊભા પાકમાં ગમે ત્યાં ભરાઈ રહે જેથી કરી પકડાયેલ નથી અને ગત રાત્રી સકવાડા ગામે બે બકરીને પણ ઘાયલ કરી હતી. આ બાબતે વન વિભાગના સ્ટાફ દ્વારા વધુ તપાસ કરી અને પાંજરાની ગોઠવણ કરે તો કોઇ જાનહાનિ નહીં થઈ શકે તેવી ગ્રામ્ય જનતાની માંગ છે. વધુમાં આજુબાજુનાં જંગલોમા દિવસે દિવસે વૃક્ષો વધુ કપાય છે અને તેના થડ (લાકડા) ટીંબર મિલોમાં આવી તેને તે જરૂરી ઉપયોગ કરી લેવામાં આવે છે. તો આ બાબતે વન વિભાગના ઉપલા અધિકારી તે બાબતે પણ ધ્યાન દોરી લાકડાઓની થતી હેરાફેરી અને તે હેરાફેરી કરતા વેપારીઓની તપાસ થાય તે જરૂરી જણાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here