દાહોદ જિલ્લાના ફતેપુરાના બારસાલેડા ગામે ઢોલ વગાડવાના ₹. ૫૦૦ લેતા ગાદડાપાટુ માર મારતા પોલીસ ફરિયાદ

0
220

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના ફતેપુરા ના બારસાલેડા ગામે ઢોલ વગાડવાના ₹.૫૦૦/-  કેમ લીધા તેમ કહી ધાર્યું અને લોખંડના સળીયા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી.

વધુ માહિતી અર્થે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બારસાલેડાના ફરિયાદી વાલુભાઈ મોતીભાઈ ઢોલીએ ચાર આરોપીઓ પૈકી (૧) માનસિંગ ખાતુ કટારા (૨) સંજય માનસિંગ કટારા (૩) ખાતું માના કટારા અને (૪) દલસિંગ ખાતુ કટારા વિગેરે આ ચાર આરોપીઓ બારસાલેડા ગામના જ છે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરેલ કે અમો રાત રાત્રિના અંદાજે ૦૮:૦૦ વાગ્યા દરમિયાન હું અને મારી પત્ની તથા ઘરના બધા માણસો બેઠા હતા ત્યારે અમારી નજીક રહેતા ગલાભાઈ ચારેલ અમારા ઘરે આવેલા અને અમો વાતો કરતા હતા ત્યારે આરોપી માનસિંગ ખાતું ધાર્યું લઇને આવેલો સંજય માનસિંગના હાથમાં સળિયો હતો, તેમજ ખાતું માનસિંગના હાથમાં લાકડી હતી. આમ આ ચારે જણા ગાળો બોલતા બોલતા આવેલા અને અને કહેલ કે મારો ભાઈ એક માસ અગાઉ મરણ થયેલ હતો. તેમાં ઢોલ વગાડવાના ₹.૫૦૦/- કેમ લીધા હતા. તેમ ઝઘડો ઉપજાવી લાકડી અને સળીયાથી મારવા લાગેલા અને માનસિંગ ખાતું કટારાએ જમણા હાથે હથેળીના ભાગે ધાર્યું મારેલું. આમાં ચારે જણાએ ભેગા મળી અને ગડદાપાટુનો માર મારેલો તથા લાકડી વડે પગના ભાગે પણ સખત માર માર્યો અને ચારે જણા ગાળો બોલતા બોલતા આજે તો તમે બચી ગયા છો હવે તમને જીવતા છોડી શું નહીં જાનથી મારી નાખીશું.

ત્યારબાદ અમોને માર મારતા બૂમાબૂમ કરતાં નજીકથી રમેશભાઈએ આવીને છોડાવેલ અને ૧૦૮ બોલાવી અને દવાખાને લઈ ગયા. સરકારી દવાખાને સારવાર કરાવેલી અને બાબુભાઈ મોતીભાઈને વધુ ઇજાઓ થવાથી દાહોદ રીફર કરેલ.  તો અમારી કાયદેસરની ફરિયાદ છે. જે બાબતે પોલીસ ફરિયાદ કરેલ અને પોલીસે ઉપરોક્ત ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here