દાહોદ જિલ્લાના ફતેપુરાના ડુંગર ગામ થી ૧૭ વર્ષ અને ૬ માસ ની સગીરાને લગ્ન કરવાના ઈરાદે થી વાલીપણામાંથી પત્ની તરીકે રાખવા ડુંગર ગામ થી જેન્તી દલસુખ બરજોડ વલુંડાનાઓએ અપહરણ કર્યું.
ફરિયાદી નંદુબેન લક્ષ્મણભાઈ પારગી અને તેમના પતિ સાંજના ઘરકામ પતાવી રાત્રીના ૦૯:૦૦ દરમિયાન મારા પતિ ઘરના નજીક આવેલ જૂના ઘરમાં સુવા ગયેલ હતા અને હું અને મારી સગીર દીકરી અલગ-અલગ ખાટલામાં ઊંઘેલા હતા. રાત્રીના દોઢ વાગ્યાની આસપાસ હું ઉંઘમાંથી ઉઠી તો બાજુના ખાટલા માં સુતેલ દીકરી જોવા નહીં મળતા મેં ઘરની આજુબાજુ તપાસ કરી, પરંતુ તેની કોઈ ભાળ નહીં મળતા જૂના ઘરે સુતેલ મારા પતિને જગાડી અને જાણ કરી કે આપણી દીકરી ખાટલામાં સૂતેલી નથી અને આજુબાજુ ક્યાંય મળી નથી તો હું અને મારા પતિ નજીકના ઘરોમાં તપાસ કરેલ પરંતુ કોઇ ભાળ મળી આવેલ ન હતી અને પડોશમાં રહેતા રસીબેન રાજીવ પારગી અને મેથીબેન કાંતિ પારગીનાઓના ઘરે તેમની બહેનનો છોકરો જેન્તી દલસુખ બરજોડ વારંવાર અવર-જવર કરતો હોય તેના ઉપર અમોને શક વહેમ જતા હું અને મારા પતિ અને કાકા સસરા દલાભાઈ તથા ગૌતમભાઈ પારગી સાથે વલુંડા આવી જેન્તી દલસુખના ભાઈ નરેન્દ્ર દલસુખ ને વાત કરેલ છે કે તમારો ભાઈ જયંતિ મારી છોકરીને ભગાડી લઇ ગયેલ છે એવો અમને વહેમ છે એ વાત કરતા નરેન્દ્રએ કહેલ કે મારો ભાઈ જયંતિ પણ તા.૦૭/૧૧/૨૦૧૯ ની રાત્રીથી ઘરે જોવા મળેલ નથી અને મોબાઇલ ઘરે ખાટલામાંથી મળી આવેલ અને અમને પણ જાણવા મળેલ છે કે મારો ભાઈ જયંતિ તમારી સગીર છોકરીને લઇ આવેલ છે. અમો પણ તેની શોધખોળ કરીએ છીએ અને અમોને મળી આવશે તો તમને તમારી છોકરી સુુપ્રત કરી દઈશું. તેવી વાત કરતાં અમો ઘરે પાછા આવી ગયેલા અને બે દિવસની રાહ જોઈ ત્યાંરબાદ અમોએ ફરીથી તેઓને કહેલ કે અમારી સગીર છોકરી અમને પરત સોંપી દો તો તેઓએ કહેલ કે હજુ સુધી મળી આવેલ નથી. થોડા દિવસ રાહ જુઓ અમો તેને ખોળી આપીશું. તેમ કહી ખોટા ખોટા વાયદાઓ કરવામાં આવે છે. જેથી અમો તા.૨૬/૧૧/૨૦૧૯ ના રોજ મારા પતિ સાથે અત્રે ફરિયાદ કરવા આવેલ અને મારી સગીરા નું અપહરણ કરેલ લઇ ગયેલ વિરુદ્ધ કાયદેસર તપાસ થવા માટે મારી ફરિયાદ છે. આ બાબતે પોલીસેે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.
