દાહોદ જિલ્લાના ફતેપુરાની ગ્રામ પંચાયતની ભાડાની દુકાનોનો ગેર વહીવટ જણાતા સભ્ય દ્વારા ટી.ડી.ઓ.ને ફરિયાદ

0
231

દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના ફતેપુરા ગામમાં જુના બસ સ્ટેશન પાસે ગ્રામ પંચાયતના શોપિંગ સેન્ટરમાં દુકાનો આવેલી છે અને તેનો વિવાદ પણ થયો હતો અને નોટિસ પણ આપી હતી અને ભાડા વધારેલા હતા. તે પૈકી દીપકકુમાર પનાલાલ પંચાલને સાલ 2000 થી દુકાન ભાડે આપેલ. તેની મૂળ શરતોનો ભંગ થાય છે, તે નિયમ મુજબ કોઈ એક વ્યક્તિને એક જ દુકાનના ભાડુઆત ન બનાવી શકાય ત્યારે હાલ દીપકકુમાર પનાલાલ પંચાલે જે દુકાનનો કબજો ધરાવે છે તેમાં એક જ કુટુંબના સભ્યોના નામે ત્રણ દુકાનો આવેલ છે અને એક તેઓના કાકાના નામે છે, તેનો કબજો અને એક દુકાન મુરારીલાલ અગ્રવાલના નામે છે એ પણ તેઓનો ભોગવટો છે. આમ કુલ પાંચ દુકાનો ધરાવે છે તેમાં એક દુકાનનો પાંચ વર્ષથી પણ વધુ સમયથી ભાડું બાકી છે. પંચાયતે નોટીસમાં જણાવેલ કે એક ઘરના ઇસમોના નામે ચાલતી એક દુકાન કરારથી આપવી અને બે દુકાનો ખાલી કરવાનો ઠરાવ કરેલો હતો પરંતુ તેઓ તેમના સગા સંબંધીના નામે કરાર કરવાની પેરવી કરી રહ્યા છે અને તેઓએ દુકાનની વચ્ચેની દીવાલો પારટીશન તોડીને ત્રણની એક દુકાન બનાવીને હોટલનો ધંંધો કરે છે. આવી રીતે પંચાયતની મિલકતનુ પણ નુકસાન કરેલ છે. તેઓના પત્ની ગ્રામ પંચાયત સભ્ય હોય સત્તાના અને રૂપિયાના જોરે તેઓની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેઓની દુકાન રોડને અડીને આવેલી છે અને તેમાં ભટ્ટી પણ નાખેલ છે જે રોડને અડીને હોવાથી વાહનચાલકો સાથે કોઈ જોખમ થાય તે પણ શક્ય બની શકે છે તેમ જ ભાણાસીમલ પાણીની લાઇનમાંથી પણ બળજબરીપૂર્વક નળ કનકસેન લઈ લીધેલ છે. આમ ગ્રામ પંચાયતના સભ્ય કેવલકુમાર દ્વારા ટી.ડી.ઓ.ને લેખિત અરજી આપીને ન્યાય માટે માંગ કરેેેલ છે અને તે ગ્રામજનો માટે યોગ્ય પણ જણાઈ રહેલ છે. આ બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી લોકમાંગ પણ ઉભી થવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here