દાહોદ જિલ્લાના ફતેપુરાના ઢઢેલા ગામે ફાઇનાન્સ કંપનીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા અને ટેબ્લેટની લૂંટ કરી, પોલીસ ફરિયાદ નોંધાઈ

0
236

મહીસાગર જિલ્લાના સંતરામપુરના તરાના ફાઇનાન્સમાં રાજેશકુમાર બાબુભાઈ સોલંકી નોકરી કરતા હોઈ તેઓ ફાઈનાન્સ કંપનીના હપ્તાની ઉઘરાણી કરવા અલગ-અલગ ગામે જતા હોય તેઓ ઘુઘસ ગામેથી હપ્તાના પૈસા લઈ પરત આવતા હતા અને તેઓને પરત આવતા સાંજના સાત વાગી ગયેલા હતા ત્યારે મોટરસાયકલ લઈ ઢઢેલા હનુમાનજી મંદિરની આગળ આવતા બે ઈસમો કાળા કલરની હીરો હોન્ડા કંપનીની મોટર સાયકલ લઈ આવેલા અને મોટર સાઇકલ ચલાવનાર ઈસમે કાળા કલરનું જેકેટ પહેર્યું હતું અને પાછળ બેઠેલ ઇસમેં મરૂન કલર નું જેકેટ પહેર્યું હતું તેઓએ મારી મોટરસાયકલની ઓવરટેક કરી ચાલુ મોટરસાયકલ પાછળ બેઠેલા ઈસમે મારી આંખમાં મરચાની ભૂકી નાખી દીધેલી. જેથી મેં મારી મોટર સાયકલ રોડની સાઈડમાં ઉભી રાખી દીધેલ ત્યારે તેઓની મોટરસાયકલ પાછળ બેઠેલ ઈસમે મોટરસાઇકલ પરથી નીચે ઉતરી ફરિયાદી અશોકને આંખમાં મરચાની ભૂકી નાંખી અને તેના પાસેના થેલામાં લોનના હપ્તા ના કુલ ₹.૨૨૯૮૧/- અને ડેલ કંપનીનું ટેબલેટ કિંમત ₹.૩૦૦૦/- મળી કુલ ₹.૨૫૯૮૮/- ની લૂંટ કરી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. આંખમાં મરચાની ભૂકી નાખતા તેઓને ઓળખી શકેલ ન હતા અને મોટરસાયકલ નંબર પણ પાછળના બે આંકડા યાદ રહેલ ન હતા તેઓની મોટરસાયકલના નંબર GJ.20 AI.   20 જેટલો જ નંબર દેખાયો હતો. વધુમાં અમારી કંપનીના મેનેજર રાજેન્દ્ર પરમારને જાણ કરી હતી. તેથી તેઓ આવી ગયેલ અને સદર બનેલા બનાવવાની વાત કરતા અમોએ ફતેપુરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે અને લૂંટારુઓની શોધખોળ ચાલુ કરી દીધેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here