દાહોદ જિલ્લાના ફતેપુરાનાં ઘુઘસ ગામેથી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળતા મારુતિ ગાડીમાંથી દારૂ ઝડપાયો

0
165

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરા પોલીસ સ્ટેશનના PSI સી.બી.બરંડા તેમજ તેમનો સ્ટાફ પેટ્રોલીંગમાં ઘુઘસ ગામે નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી કે એક મારૂતી ગાડીની અંદર રાજસ્થાન તરફથી ઇંગ્લિશ દારૂ આવી રહેલ છે. જેથી બે પંચના માણસો અને પોલીસ સ્ટાફને ગાડીનું વર્ણન આપી બાતમી વાળા સ્થળે ઊભા રાખેલા હતા અને તે દરમિયાન Maruti ગાડી નંબર GJ-18 BK-0259 નીકળી હતી અને હાથ ધરી ઉભો રાખતા ગાડી ઉભી રાખી ન હતી. જેથી તેનો પીછો કરી આગળ જઈ ઓવરટેક કરી ગાડી પકડી હતી. અને ગાડીમાં ઝડતી કરતા તેમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂના ચાર પૂઠાના બોક્સ મળી આવેલ હતા. તેના અંદર 750 ML. ની એકમાં બાર બોટલ લેખે કુલ 48 બોટલ મળી આવી હતી અને અને ડ્રાઇવર મજકુર મનીષ જવરસિંગ બગેલ પકડાઈ ગયેલ હતા. દારૂની કુલ 48 બોટલની કિંમત રૂ.18,288/- અને મારુતિ અલ્ટો ગાડી ની કિંમત રૂ.2,00,000/- અને ઓપો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ કિંમત રૂ.3,000/- કુલ મળી રૂપિયા 2,21,288/- ના મુદ્દામાલ પકડાઈ ગયેલ છે. આ સંદર્ભે પોલીસે ગુનો નોંધી મજકુરને એટેક કરેલ છે અને પ્રોહી એક્ટ હેઠળ વધુ તપાસ પોલીસ ચલાવી રહેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here