દાહોદ જિલ્લાના ફતેપુરાની પોલીસને પાછલા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં મળેલ સફળતા

0
121

 PRAVIN KALAL –– FATEPURA 

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર નાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા ડ્રાઈવ અનુસંધાને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ તેમજ ઝાલોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક બી.વી.જાદવ નાઓ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એસ.બી.એડ નાઓના માર્ગદર્શન હેઠળ ફતેપુરા પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૧/૧૭ ઈ.પી.કો.ક.૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) વગેરે મુજબના કામના આરોપી મુકેશભાઈ રાયસીંગભાઈ જાતે વળવાઈ રહે કુપડા (નાના સલારા) તા.ફતેપુરા, જી.દાહોદ નાનો છેલ્લા બે વર્ષથી ગુનો કરી નાસતા ફરતા હોય અને હોળીના તહેવાર નિમિત્તે આજે તા.૦૬/૦૩/૨૦૧૯ બુધવારના રોજ પોતાના ઘરે આવેલ હોવાની ચોક્કસ બાતમી ફતેપુરા પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ. એચ.પી.દેસાઈ નાઓને મળતા તેઓ તથા બીટ નંબર-૧ના ઇન્ચાર્જ રમેશભાઈ ચતરાભાઈ HC બ.નં.૮૧૦ તથા LRD PC ભરતકુમાર કનુભાઈ બ.નં. ૧૧૧૨ તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે કુપડા (નાના સલારા) ગામે તેના ઘરે જઈ પકડી પાડવામાં સફળતા મળેલ છે અને તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here