દાહોદ જિલ્લાના ફતેપુરાના વરદાન હોસ્પિટલમાં પથરીના દર્દીનુ ઓપરેશન કરી ૩૦૦ ગ્રામની કુલ ચાર પથરીઓ નીકાળવામાં આવી

0
377

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરાના વરદાન હોસ્પિટલમાં વાગડના એક પેસન્ટ નામે પારગી નારણભાઈ કાળુભાઈ કે જેઓને છેલ્લા એક મહિનાથી સતત પેટમાં દુખતું હતું. જેથી તેઓ વરદાન હોસ્પિટલ ખાતે તા.૧૩/૦૬/૨૦૨૦ ને શનિવારના રોજ તપાસ માટે ગયેલા અને તેમની તપાસ કરતાં તેમણે પેટના નીચેના ભાગમાં પથરી હોવાનું માલૂમ પડેલ હતું. અને આ પથરી મૂત્ર માર્ગે બહાર નીકળે તે શક્ય ન હોવાથી ડોક્ટરે ઓપરેશન કરવા કહેલું. ત્યારબાદ નારણભાઈ તથા તેમના પરિવાર જનોએ ચર્ચા વિચારણા કરી ઓપરેશન માટે તૈયાર થયા હતા. જેથી ઝાલોદ ગામના કોમલ સર્જીકલ હોસ્પિટલના ડો.પ્રગ્નેશ હઠીલાનો સંપર્ક કર્યો અને ત્યારબાદ વરદાન હોસ્પિટલની ટીમ અને ડો.પ્રગ્નેશ હઠીલા દ્વારા નારણભાઈનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. અને આ ઓપરેશન સફળ નીવડયું હતું. જેમાં તેમના પેટથી નીચેના ભાગમાંથી ૪ પથરી કાઢવામાં આવી હતી. આ ૪ પથરીની સાઇઝમાં એક પથરીની સાઇઝ ૦૯ સેન્ટીમીટ, બીજીની ૦૫ સેન્ટીમીટર, ત્રીજીની ૦૪ સેન્ટિમીટર અને ચોથી પથરીની સાઇઝ ૦૩ સેન્ટિમીટર હતી અને તેનો વજન કુલ ૩૦૦ ગ્રામ જેટલો થયો હતો. વરદાન હોસ્પિટલની ટીમ અને ડો.પ્રગ્નેશ હઠીલા દ્વારા કોઈનું ઓપરેશન કરી આટલા વજનની પથરીનું સફળ ઓપરેશન થતાં એક અચરજ પમાડે તેવી વાત એ છે કે આટલા વજનની પથરી થઈ કેવી રીતે એ એક મૂંઝવી નાખે તેવો પ્રશ્ન છે. અને આજ રીતના આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આવા ઘણા પેસન્ટો છે જે આ સફળ ઓપરેશન થકી નજીકના દિવસોમાં જ આ દવાખાનાનો સંપર્ક કરશે તેવું જણાઈ રહ્યું છે. અને તંત્રએ પણ એ જોવાનું છે કે આટલી મોટી પથરી કોઈના શરીરમાં થઈ કેવી રીતે અને આ ગામનું પાણી પણ તંત્ર દ્વારા ચેક કરવામાં આવે કે આ પાણી પીવા લાયક છે કે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here