ફતેપુરામાં પાણીના નિકાલના અભાવથી લોકોની દુકાનોમાં તેમજ રોડ ઉપર પાણી ભરાયા. ફતેપુરામાં ચારેબાજુ દબાણ ની સમસ્યા વધી ગઈ છે જેથી કરી પાણીના નિકાલ માટે ની જગ્યાઓ સાંકડી થઈ જતા દુકાનોમાં તેમજ બજારમાં પાણી ધોધમાર વહી રહ્યું હતું આ બાબતે તંત્રને પણ ચોમાસા પહેલા જાણ કરવામાં આવી હતી પણ ધ્યાનમાં લેવામાં આવ્યું ન હતું
એક વેપારીના દુકાનમાં તેમજ એક વિધવા બાઈના ઘરમા પાણી ભરાઈ જતાં ઘરવખરીનો સામાન પલળી જતા મોટાભાગનો સીધા સમાન ખરાબ થઈ જવા પામેલ છે. પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે અને લોકોએ કરેલા દબાણ તેમજ લોકોએ પોતાના રાખેલ પ્લોટમાં કરેલ ખાડા ના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ હતી. રોડ ઉપર ઢીંચણ સમા પાણી ભરાઇ જતા લોકોના ઘરમાં પાણી ભરાયું હતું અને દુકાનદારો તેમજ ઘરોવાળાને નુકસાન થયું હતું. ઘરવખરીનો સામાન પણ પલળી ગયેલ હતો. ગામના સેવાભાવી નાગરિકો દ્વારા મદદે આવી આ વિધવા બહેનના ઘરમાં ભરાઈ ગયેલું પાણી કાઢી અને તેઓને મદદ કરવામાં આવી હતી.
ફતેપુરામાં કાયમ માટે ટ્રાફિકની સમસ્યા નડતી રહે છે અને આ બાબતે તંત્રને વારંવાર જાણ કરવા છતાં કેમ રસ લેવામાં આવતો નથી તે સમજ પડતી નથી રોડની બંને બાજુ બંને ગાડી નીકળે તેવી જગ્યા રહેતી ન હોવાથી ટ્રાફિકની સમસ્યા બનતી રહે છે વધુમાં ગ્રામજનોના જણાવ્યા મુજબ ભારે વહીકલ અને ટેકટર દિવસ દરમિયાન બજારમાં પ્રવેશવા ન દઈ બાયપાસ રોડ ઉપર પસાર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે
