દાહોદ જિલ્લાના ફતેપુરાની આર્ટસ કોલેજમાં ડીજીટલ ઇન્ડિયા અંતર્ગત વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટનું વિતરણ કરાયું

0
311

 PRAVIN KALAL –– FATEPURA 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરાની આર્ટસ કોલેજમાં આજે તા. ૦૬/૦૩/૨૦૧૯ બુધવારના રોજ વહેલી સવારે ડીજીટલ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ૨૯૦ વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેની કિંમત અંદાજે રૂપિયા 3 લાખ થાય છે આ પ્રસંગે ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ ભૂરાભાઈ કટારા, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, ફતેપુરા તાલુકા ભાજપના પ્રમુખ ડો. અશ્વિનભાઈ પારગી, પશ્ચિમ રેલવેના સભ્ય રિતેશભાઈ પટેલ, આર્ટસ કોલેજ ફતેપુરાના આચાર્ય ડો. રમેશચંદ્ર એલ. મુરારી તેમજ કોલેજના તમામ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના વિદ્યાર્થીઓનેે મહાનુભાવોના હસ્તે નમો ટેબલેેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓ નમો ટેબ્લેટનો ઉપયોગ કરીને “સ્ટાર્ટ અપ ઇન્ડિયા”, “ડિજિટલ ઇન્ડિયા” અને “મેક ઇન ઇન્ડિયા” માં સહભાગી બની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી દેશ દુનિયા સાથે જોડાય તથા ટેકનોલોજીના ક્ષેત્રે પોતાનું જીવન ઘડતર કરી આગળ આવે તે હેતુસર નમો ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીને અંદાજિત ₹.6 હજારની કિંમતના નમો ટેેેબ્લેટ મળતા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપેલી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here