દાહોદ જિલ્લાના ફતેપુરાની બેંકોમાં ખાતા ધારકોને પોતાના ખાતા સાથે આધાર લિંક કરાવવા માટે ખાવા પડે છે ધરમધક્કા

0
43
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં ખાતા ધારકો ને પોતાના ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે બેન્કો દ્વારા ધરમધકકા ખવડાવવામાં આવે છે.
ફતેપુરા ગામની બેન્ક ઓફ બરોડા (મુખ્ય), સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને દેના બેંક ની અંદર ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ખેડૂતોને પોતાના ખાતા જોડે આધાર લિંક કરવાના મોટા મોટા પ્રશ્નો નડે છે. ચાર થી પાંચ દિવસ સુધી બેંક વાળા ધરમધક્કા ખવડાવે છે અને આજે આવો, કાલે આવો એમ કહી આધારને લિંક કરવાની પ્રોસેસ પૂરી કરતા નથી અને ગરીબોને ધક્કા ખવડાવે છે. બેંકોમાં પહેલેથી જ મોટી મોટી લાઈનો હોય છે અને તેમાં એક દિવસના ધક્કામાં સવારથી સાંજ પડી જાય છે અને તેવામાં આધાર લિંક કરવા માટે ત્રણ ત્રણ ધક્કા ખવડાવે છે તેમાં આ ગરીબ ખેડૂતોને આવવા જવાનું ભાડું રોજના સો રૂપિયા લેખે ત્રણ દિવસના 300 રૂપિયા ચૂકવવા પડે છે જેથી આ બાબતમાં આધારને લિંક કરવા માટે ઘટતું કરવા અને ઝડપી કાર્યવાહી થાય તે માટે ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોની જરૂરિયાત અને માંગ છે. સરકાર પણ આ અંગે વિચારણા કરે તેવી ભલામણ તેઓ NewsTok24 ના માધ્યમ થકી કરી રહ્યા છે.
ફતેપુરામાં બીજી બાબત એ છે કે અહીંયા B. O. B. નું ATM આવેલું હતું અને તે ATM નો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતા ATM બંધ થઇ ગયેલ છે, તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા આ બંને બેંકોના ATM ચાલુ કરવા માટે ગ્રામજનોની લાગણી અને માગણી છે. વધુ માહિતી મુજબ બેંકો9ની અંદર થતી ભીડ ના કારણે વેપારી વર્ગને અને નોકરિયાતોને લેવડદેવડમાં તકલીફ ઉભી થઇ રહેલ છે જેથી વહેલી તકે આ બંધ પડેલ ATM ચાલુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠાવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here