દાહોદ જિલ્લાના ફતેપુરામા બસ સ્ટેન્ડની બહારનો રોડ પ્રજાજનો માટે દુઃખદ અને આપત્તિજનક સાબિત થયો

0
686

 

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં નવીન બસ સ્ટેન્ડ બન્યાને ત્રણ દાયકા થયા પરંતુ બસ સ્ટેશનની બહાર સો મીટર જેટલો રોડ હજુ સુધી મેટલીંગ કે ડામરી કરણ કે આર.સી.સી. કરવામાં આવ્યો નથી. ગુજરાત સરકારની એસટી બસો આ રોડ ઉપરથી પસાર થાય છે પરંતુ ત્યાંથી પસાર થતી વખતે આપણે નજરે નિહાળીએ તો બસ જાણે ડાન્સ કરતી જઈને આવતી હોય તેવું દ્રશ્ય જોવા મળે છે અંદર બેઠેલા મુસાફરો પણ એકબીજાને હિચકારા ખાય છે, અને એસટીને નુકસાન તો થાય જ છે પરંતુ એસટી તંત્ર, વહીવટી તંત્ર, નેતાગીરી આ બધા લોકોને આ બાબતમાં જાણ તો છે જ અને જાણ પણ કરવામાં આવે છે પરંતુ આ બાબતમાં નુકસાન સરકારનું છે. તો તે કેમ રસ લેવામાં આવતો નથી? તે એક વિચારવા જેવી બાબત છે. ચાલીને જનાર મુસાફરોની હાલત પણ દયાનીય બની જાય છે કીચડવાળા તો થાય જ છે પરંતુ પગ લપસી જાય અને પડી જાય તો દવાખાના નો લાખ રૂપિયાનો ખર્ચો તો થાય જ આ સો મીટરની આસપાસના રોડ માટે ઘણીવાર વારંવાર રજૂઆતો કરવા છતાં તે બાબતમાં કામગીરી કેમ કરવામાં આવતી નથી તે બાબતે ગ્રામજનોએ ભારે નિરાશા વ્યક્ત કરી છે બીજી બાજુ ફતેપુરામાં દબાણના હિસાબે ટ્રાફિક સમસ્યા બહુ જ મોટા પાયે છે અને આ રોડની તકલીફને લીધે અમુક બસો વાળા જુના બસ સ્ટેશન બાજુથી બસો કાઢતા વધુ ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે અને ટ્રાફિક જામ થાય છે

તો આ બાબતે સરકાર ધ્યાન ઉપર લઈ ફતેપુરા પ્રત્યે ધ્યાન દોરી પ્રજાજનોને પડતી મુશ્કેલીઓ ઉપર ધ્યાન દેશે ખરી?

  1. દબાણના કારણે ટ્રાફિક સમસ્યા ની મોટામાં મોટી મુશ્કેલી.
  2. ભૂગર્ભ ગટર લાઇનો જ્યાં ત્યાં ચોક અપ થઇ જાય.
  3. ફતેપુરામાં ભાણાસીમલ જુથ યોજનાનું ચોખ્ખું પાણી પીવા
    મળતું નથી નળ વાટે ગંદુ પાણી પીરસવામાં આવે છે. કુવા ના જોડે વાવ છે ત્યાં એટલી બધી ગંદકી છે એ ગંદકીમાંથી પાણી કુવામાં પડે છે અને સંપ માં નાખી પાણી ટાંકીમાં ચઢાવી ગામમાં નળ વાટે આપવામાં આવે છે.
  4. ફતેપુરામાં હજુ સુધી કોઈ સોચાલય કે પેસાબ ઘર બનાવવામાં આવેલ નથી બહારથી આવેલા માણસોને પેશાબ કરવા માટે ખૂણા ખાચરા જોવા પડે છે.
  5. ગ્રામ પંચાયત મા ડોર ટુ ડોર કચરો લઈ જાય નાર વહીકલ ના ડ્રાઇવર માથા ભારી હોય તે વહીકલ ઉભૂ રાખી કચરો નાખવા માટે ગૃહિણીઓ પાછળ પાછળ જાય છે છતાં ડ્રાયવરની મનમાની કરવામાં આવે છે માટે વારંવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ એક્શન લેવામાં આવતું નથી.
  6. ઝાલોદ ચોકડી થી પાછલા પ્લોટમાં પ્રવેશતા રોડ ઉપર કાયમી ગંદુ પાણી નીકળે છે તે માટે પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ ફતેપુરામાં જ્યાં ત્યાં નળ કનેક્શન માટે આર.સી.સી.રોડ તોડી નાખ્યા છે અને તેના આખા ગામમાં જ્યાં ત્યાં ખાડાઓ જ છે. અને આમ જોવા જઈએ તો ફતેપુરાનો ઇતિહાસ ઘણો મોટો નીકળે તેમ છે. પરંતુ શું થાય? બિલાડીને ગળે ઘંટ કોણ બાંધે એવું સર્જાય છે.

શું ઉપરોક્ત મુદ્દાઓ ઉપર તંત્ર ત્વરિત પગલાં લેશે? કે પછી આંખ આડા કાન કરી ઘોર નિંદ્રામાં રહેશે. એવી લોક મુખે ચર્ચા ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here