દાહોદ જિલ્લાના ફતેપુરામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચેરમેનની ચૂંટણી શાંતિમયી માહોલ વચ્ચે યોજાઈ

0
318

 PRAVIN KALAL –– FATEPURA 

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 


દાહોદ જિલ્લાના  ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની બીજા ટર્મની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી જીલ્લા રજીસ્ટ્રારની હાજરીમાં ચેરમેન પદ માટે યોજાઇ હતી. જેમાં વેપારીઓ, ખેડૂતો, ખરીદ વેચાણ સંઘના સભ્યો, સરકારી કાર્યકરો અને સુલેહ – શાંતિનો ભંગ ના થાય તે માટે ફતેપુરા P.S.I. તથા પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સૌ સભ્યોએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. ચેરમેનની પોસ્ટ માટે વ્યક્તિઓએ દાવેદારી કરી હતી જેમાં (૧) બાબુભાઈ પારગી  અને (૨) પ્રફુલભાઈ ડામોર. ચેરમેનની આ પોસ્ટ માટે બાબુભાઈ પારગીને ૪ (ચાર) મળ્યા હતા જ્યારે પ્રફુલભાઈ ડામોર ને ૧૩ (તેર) મત મળ્યા હતા. તેથી પ્રફુલભાઈ ડામોર વિજેતા જાહેર થયા હતા. વિજય જાહેર થતાં તેમના સમર્થકોએ ફુલહાર પહેરાવ્યા હતા. અને પારંપરિક વાજિંત્રો વગાડી તથા ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ તેમનું વિજય સરઘસ ફતેપુરાના રાજમાર્ગો પર ફેરવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here