દાહોદ જિલ્લાના ફતેપુરામાં રાત્રી દરમિયાન વાહન ચેકિંગની ફરજ બજાવતા હોમગાર્ડ સભ્ય પર મારી નાખવાની ધમકી આપી મારામારી કરવામાં આવી

0
276

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય નગર ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીઓ તેમજ બાઈક ચોરીના બનાવો વધુ બનતા હતા. તે કારણે ફતેપુરા P.S.I. દ્વારા રાત્રી દરમિયાન આવતા જતા વાહનો ચેકિંગ કરવા માટે પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનો સાથે ફતેપુરામાં અવર જવર થતા ગામ બહાર બેરિયર મૂકી વાહન ચેકિંગ કરવામાં આવે છે. જેથી કરી ફતેપુરા બજાર માં શાંતિ અનુભવાય છે અને અનિશ્ચિત બનાવો બનતા અટક્યા છે. ત્યારે કોઈ બે બાઈક ચાલકો દ્વારા ફરજ બજાવનાર હોમગાર્ડના જવાનોને રાત્રી દરમિયાન નટવરભાઈ ચીમનભાઈ ડીંડોર અને કિશોરભાઈ દેવાભાઈ રાઠોડ ઝાલોદ પેટ્રોલ પંપ નજીક ફતેપુરા ટાઉનમાં ચોકડી ઉપર વાહન ચેકિંગની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે એક મોટરસાયકલ ઉપર બે ઇસમો આવેલા અમોએ હાથ ધરી ઉભો રહેવા માટે ઈશારો કરેલો ત્યારે બંને જણા અમારી સાથે ગાળાગાળી કરી તમે અહીં શું કરો છો? કોને મૂક્યા છે? એમ ફરજ બજાવતા અડચણ ઊભી કરી ફરજ બજાવતા લાપટ ઝાપટ મારી અને જમણી તરફના સોલ્ડર તોડી નાખેલ. આ બાબતે આ બંને બાઇક ચાલકો ઓળખાણમાં આવતા તેઓ ચિરાગ મોહન બરજોડ રહે.વલુંડી અને હાર્દિક રમેશભાઈ બરજોડ આમ અમોએ પેટ્રોલિંગમાં ફરતી સરકારી ગાડી જાણ કરવાનો પ્રયત્ન કરતાં તેેેઓએ અમોને મારી નાખીશ. તેવી ધમકી આપી બાઈક સાથે છાલોર રસ્તે જતા રહેલા હતા. આ બાબતે અમારા હોમગાર્ડ કમાન્ડર પર્વતભાઈઆને જાણ કરી હતી અને તેઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ફરજ બજાવતા રોકી અને મારી નાખવાની ધમકીઓ બાબતે તેઓએ એકબીજા ને મદદગારી કરેલ હોય તેઓ વિરોધ કાયદેસર  તપાસ થવા  અમારી ફરિયાદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here