દાહોદ જિલ્લાના ફતેપુરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હોટેલો તેમજ ઠંડા પીણાની દુકાનોમાં કરવામાં આવ્યું ચેકીંગ

0
514

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે દાહોદ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારી જી.સી.તડવી તથા સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે પૈકી અમુક ઠંડા પીણાવાળા વેપારીઓને ત્યાંથી વીતી ગયેલી તારીખનો માલ, એક્સપાયરી ડેટ થયેલો હતો એવા વેપારીઓને ત્યાંથી માલનો નિકાલ કરાવવામાં આવ્યો હતો અને તેઓને અધિકારી દ્વારા સચેત પણ કરવામાં આવ્યા હતા. બીજુ પાણીપુરી વાળાઓના લાયસન્સ ચેક કરી અને સફાઈ બાબતે જણાવ્યું હતું. તેમજ અમુક દુકાનોમાં એક્સપાયરી ડેટ વીતી ગયેલી તારીખવાળો માલ ન રાખવા સૂચનાઓ આપી હતી. હોટલ વાળાઓને ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વધુ જાણકારી મુજબ હોટેલોમાં કે દુકાનદારોમાં હવે પછી થી લાપરવાહી વર્તવામાં આવશે અને ફૂડ અને ડ્રગ્સ વિભાગના અધિકારીઓ તે બાબતની ફરિયાદ કે જાણકારી મળશે તો કાયદેસરના પગલાં ભરી કેસ કરવામાં આવશે તેવું તેમણે સુચવ્યું હતું અને નોટીસ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here