દાહોદ જિલ્લાના ફતેપુરામાં સરદાર પટેલની જન્મજયંતિ ધૂમધામ થી ઉજવવામાં આવી

0
107

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય નગર ફતેપુરામાં આજ રોજ તા.૩૧/૧૦/૨૦૧૯ ને ગુરુવારના રોજ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે નગરની મધ્યમાં આવેલ તેમની પ્રતિમાને ફુલહાર પહેરાવવામાં આવ્યા હતા સરદાર એટલે એકતાની અલખ. અખંડ ભારતના શિલ્પીકાર, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે સૌએ તેમના ચરણોમાં કોટી કોટી વંદન કર્યા. આ પ્રસંગે ફતેપુરા મંડળ, ભાજપ પ્રમુખ ડો.અશ્વિનકુમાર પારગી, જિલ્લા ઉપપ્રમુખ, બક્ષિપંચ મોરચો ભાજપના પંકજભાઈ પંચાલ, તાલુકા પંચાયત સભ્ય રજાકભાઇ પટેલ, ફતેપુરા સરપંચ, ડેપ્યુટી સરપંચ, તમામ પંચાયત સભ્યો અને કાર્યકરો હાજર રહ્યા હતાં. અને સહુએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી નમન કરી તેમણે ભારત દેશ માટે જે મહાન કર્યો કર્યા તેને યાદ કરીયા હતા અને તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here