દાહોદ જિલ્લાના ફતેપુરામાં ગુજરાત ગૌરવ યાત્રા લઈને પહોંચેલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાણીનું હર્ષોઉલ્લાસ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

0
464

PRAVIN KALAL – FATEPURA

 

ફતેપુરામાં ગુજરાત ગૌરવ વિકાસ યાત્રા ભાજપ દ્વારા રાખવામાં આવી હતી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની,  સાંસદ જશવંતસિંહ ભાભોર, રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય રમેશભાઇ કટારા, પ્રફુલભાઇ ડામોર, શંકરભાઇ અમલીયાર, ચુનીલાલ ચરપોટ તેમજ બીજેપી કાર્યકરો, સરપંચો અને આગેવાન ગ્રામ્યજનો ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા
સભામાં પત્રકારો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી પત્રકારોને બેઠક વ્યવસ્થામાંથી પણ બહાર કાઢવામાં આવ્યા હતા પોલીસ પ્રશાસન તેમજ બીજેપીના નેતાઓએ પણ આંખ આડા કાન કર્યા હતા ના જાણવાના ઢોંગ કર્યા હતા જેથી પત્રકારોએ સભા છોડી જતા રહ્યા હતા તેની જાણ વરિષ્ઠ નેતાઓને થતાં અમિતભાઇ ઠાકર, શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ, સુધીરભાઇ લાલપુરવાલાએ પત્રકારોને ફરી સભામાં બોલાવવા માટે લેવા આવ્યા હતા અને તેઓ દ્વારા થયેલ ગેરવર્તન બાબતે ખેદ વ્યક્ત કરી ક્ષમા પ્રાર્થના કરી સભામાં લઇ જવાયા હતા. મુુખ્યમંત્રી રૂપાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બીજેપી ગુજરાતના છેવાડાના માનવીની ચિંતા કરે છે આદિવાસી સમાજને અધિકારો આપવામાં આવ્યા છે આદિવાસીના દરેક ઘરમાં શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.

આદિવાસીઓને ઘરનું ઘર બને અને દરેક આદિવાસી ભાઈઓને શુદ્ધ પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે C.M.એ જણાવ્યું હતું કે કોંગ્રેસે ચાલીસ વર્ષ સુધી સરદારના ફોટો કેમ ના મૂક્યો તે તેનું અપમાન છે અને આમ કોંગ્રેસને વિકાસ જોવા નથી મળતો. જ્યોતિષ ગ્રામ યોજનાઓ કરી તે કેમ ના કરી, તે ગરીબો માટે કોંગ્રેસને ચિંતાઓ ન હતી અમૃત્તમ કાર્ડ તેમજ દાહોદને આવતા વર્ષે મેડિકલ કોલેજ મળી જશે અને ગુજરાતમાં બીજી સાત મેડિકલ કોલેજો શરૂ થશે જેથી ગુજરાતના વિદ્યાર્થીઓને બીજે મેડિકલના અભ્યાસ માટે ના જવું પડે
ગુજરાતના આદિવાસી બધા સાથે મળીને ગુજરાતને ગૌરવ વધારીએ ગુજરાત વિકાસશીલ બને. વિકાસની મશ્કરી કરનારા લોકો સાંભળીને વિકાસ એ અમારો મિજાજ છે અને વિકાસ કમળની જેમ ખીલે, વધુ મળેલ જાણકારી મુજબ બીજેપીના જૂના પડતાં કાર્યકરોમાં લોક લાગણીઓ થોડી ઓછી થઇ છે અને પ્રજાનું એક કાને સાંભળીને બીજા કાને કાઢવામાં આવે છે જેથી ગ્રામ્ય ગરીબ પ્રજાને થોડો આઘાત લાગેલ છે જે વિકાસ ના કાર્યોમાં આવેલા રાવણ રૂપી રાક્ષસનો નાસ કરીને અમો પ્રજાજનોની લાગણીઓને વશ થઈ કાર્ય કરીશુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here