દાહોદ જિલ્લાના ફતેપુરામાં શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન

0
406

દાહોદ જિલ્લાના ફતેપુરામાં શ્રીમદ્દ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન ગોપાલદાસ ગિરીરાજ શર્મા દ્વારા ફતેપુરા આઈ. કે. દેેેસાઈ હાઈસ્કૂલ, ઉખરેલી રોડ ખાતે કરવામાં આવ્યું છે. કથા વક્તા પરમ પૂજ્ય અનિરુદ્ધ આચાર્યજી મહારાજ દ્વારા તા.૦૬ નવેમ્બર થી ૧૨ નવેમ્બર સુધી બપોરે ૦૨:૦૦ થી ૦૫:૦૦ કલાક સુધી રોજનો કાર્યક્રમ રાખેલ છે અને તા.૧૨/૧૧/૨૧૯ ને  મંગળવાર ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે પૂર્ણાહુતિ અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે. કથાના નિમંત્રક ગોપાલદાસ ગિરીરાજ શર્મા, ગીતાબેન ગોપાલદાસ શર્મા તેમજ શર્મા પંડીત પરિવાર ફતેપુરા દ્વારા સાર્વજનિક કથાનું આયોજન કરેલ છે. ફતેપુરામાં ધર્મપ્રેમીઓ ભાઈઓ તેમજ બહેનો કથા શ્રવણનો લાહવો લેવા માટે મોટા પ્રમાણમાં એકત્રીત થાય છે. કથાના વક્તા અનિરુધ્ધાચાર્યજી મહારાજ દ્વારા કથા શ્રવણ કરનારાઓને કથામાં રસ પડે અને હાસ્યના ટુચકાઓ દ્વારા આકર્ષણથી કથા શ્રવણ કરનારાઓને  ત્રણ કલાકનો સમય ક્યાં વીતી જાય છે તે પણ ખબર પડતી નથી તો દરેક ભાઈઓ તથા બહેનો અને આ કથામાં વોહરા તથા મુસ્લિમ સમાજે પણ કથા નો લહાવો લીધો હતો. આ શ્રીમદ્દ ભાગવત કથાનું રસપાન કરવા સૌ ભાવિ ભક્તો ફતેપુરા પધારો અને આવીને પુણ્યનું ભાતુ બાંધો તેવી સર્વ ધર્મપ્રેમી ભાઈઓને વિનંતી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here