દાહોદ જિલ્લાના ફતેપુરામાં સગીરાનું અપહરણ થતાં પોલીસ ફરિયાદ

0
393

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં લીંબડીયા ગામેથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ સગીરાની ઉંમર ૧૬ વર્ષ અને ૬ માસ છે સગીરાને લગ્ન કરવાના ઈરાદે પત્ની તરીકે રાખવા સારું ફોસલાવી વાલીપણામાંથી દૂર કરી અપહરણ કરી કરોડીયા પૂર્વના વિજય દલા ભમાતે ગુનો કરેલ છે. સગીરાના પિતા વિજયભાઈ ધીરુભાઈ ગરાસીયા રહે. લીંબડીયાનાઓએ ફરિયાદ આપેલ કે હું અને મારા કાકાનો છોકરો મુકેશ બંને જણા દાહોદ કામકાજ અર્થે ગયેલા હતા અને ઘરે મારી પત્ની સુમિત્રા અને છોકરા હાજર હતા ત્યારે મારી પત્નીનો મારા પર ફોન આવેલો કે ડાંગર મસળવા માટે ટ્રેક્ટર આવેલું હોય હું ખળામાં હતી ત્યારે સગીરા બહાર હતી અને મેં આવીને જોતા તે મળી નહીં તેથી તેની આજુબાજુ ખોળી કરેલ પરંતુ મળેલ નથી તો તમે ઘરે જલ્દી આવી જાવ તેમ ફોન આવવાથી અમો ઘરે આવેલ અને તેની શોધખોળ કરતાં મળી આવેલ ન હતી અને સાંજના અમારા ગામના સરપંચ દિનેશભાઇનો ફોન આવેલો કે કરોડીયા પૂર્વ નો છોકરો વિજેશ દલા ભમાત તમારી દીકરીને ભગાડી ગયેલ છે એવા સમાચાર મને મળેલ હોય મોડી રાત સુધી તેની શોધખોળ કરતા મળી આવેલ નહી તો અમો આ બાબતે ઘરના માણસો સાથે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપેલ છે તો આ સગીરાના અપહરણ બાબતનો ગુન્હો નોંધી તેના વિરોધમાં કાયદેસર ફરિયાદ થવા મારી ફરિયાદ છે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here