દાહોદ જિલ્લાના ફતેપુરામાં દબાણના લીધે ટ્રાફિકને નડતર રૂપ હોવાથી પોલીસ દ્વારા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા

0
192

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ગામમાં ચારે બાજુ દબાણ લઈને ટ્રાફિકનો મુદ્દો વધારે વકર્યો છે. ઇમરજન્સી 108 હોય કે વિદ્યાર્થીઓને સ્કૂલ માટે જવું પડતું હોય આવી ઘણી બધી બાબતોને લઈ ટ્રાફિક દરેક માણસને નડતરરૂપ થાય છે. પોલીસ પોતાનું કાર્ય કરી ડ્રાઈવમાં અમુક વાહનોને દંડ પર કરેલ છે. ફતેપુરામાં પોતાના ધંધા ખાતર આવેલ ગ્રાહકોના વાહનો વેપારીઓ પોતાની દુકાન આગળ મૂકવા દે છે અને ચારે બાજુ દબાણ હોવાથી વાહનો રોડ ઉપર પડી રહે છે અને આવતા-જતા વાહનોને તકલીફ ઊભી થતા ટ્રાફિક જામ થાય છે. આ બાબતોની વારંવાર રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત કેમ રસ દાખવતી નથી ? વેપારીઓનું પણ કહેવું છે કે અમો સ્વેચ્છાએ અમારી દુુકાનના ઓટલા કાઢી નાખીશું છતાં પણ ગ્રામ પંચાયત આની આગળની કાર્યવાહી કરવા તૈયાર નથી. આ બાબત ગામમાં ચર્ચાના વિષય થઈ રહી છે.

વધુમાં ગામમાં ગટરનું ગંદુ પાણી ઉભરાઈને રસ્તાઓ ઉપર આવી જાય છે, કચરાના ઢગલા, સમગ્ર નગરમાં સ્વચ્છતાનો અભાવ, નવા બસ સ્ટેશનનો રોડ અને ચારેબાજુ દબાણને લઇ ટ્રાફિકની સમસ્યાઓ વકરી રહી છે. તેને લઈને D.D.O. અને કલેક્ટર વિજય ખરાડી ફતેપુરા ગામની મુલાકાત લઇ આ સમસ્યાઓના નિકાલ કરે તેવી લોકચર્ચાઓ ચાલી રહી છે. કારણકે ગ્રામ પંચાયતના સભ્યો અને ફતેપુરા મામલતદાર ગ્રામજનોની ફરિયાદ સામે આંખ આડા કાન કરી દીધા છે. હોવી જોવું રહ્યું કે આ મામલે જિલ્લા કલેકટર વિજય ખરાડી ફતેપુરાના ગ્રામજનોને પડતી તકલીફોનું નિરાકરણ ક્યાર સુધી લાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here