દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના ઘુઘસ રોડ ઉપર પ્રવીણભાઈ મદનલાલ અગ્રવાલનાઓએ સેકન્ડ હેન્ડ ટાવેરા ગાડી ₹.૭૦,૦૦૦/- માં લીધેલી હતી. જેનો નંબર GJ – 01 – KA – 6748 છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રવીણભાઈ અગ્રવાલ પોતાના પરિવાર સાથે કોઈક માનતા પુરી કરવા અર્થે ગલિયાકોટથી પરત ફતેપુરા પોતાના ઘરે આવી ગયેલ. તા.૧૩/૧૨/૨૦૧૯ ને શુક્રવારે પોતાની તાવેરા ગાડી પોતાના કાકા રામ અવતાર અગ્રવાલ નાઓના ઘરની બહાર પાર્ક કરેલ હતી. રાત્રીના અંદાજે ૧૧:૩૦ કલાક ની આસપાસ અમોએ અમારી ગાડી ત્યાં પાર્ક કરેલ દેખી હતી અને બીજા દિવસે અમો સવારના ૦૯:૦૦ વાગે ઉઠીને દેખાતા તે સ્થળે અમારી ટવેરા ગાડી ન દેખાતા આજુબાજુ પૂછપરછ કરી તપાસ કરી પરંતુ તે ન મળતા તે ચોરાઈ ગયાનું માલુમ પડતા અમો તા.૧૪/૧૨/૨૦૧૯ ને શનિવારના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ જે બાબતે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ અર્થે કાર્યવાહી કરેલ છે.
