દાહોદ જિલ્લાના ફતેપુરામાં નાગરિકતા સંશોધન બિલને સમર્થન આપવા લોકોને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ દ્વારા પત્રિકાઓ આપવામાં આવી

0
252

ભાજપના કાર્યકરો દ્વારા દેશના વડાપ્રધાનને 1000 થી વધુ પોસ્ટકાર્ડ લખી સમર્થન કરવામાં આવ્યું.

ફતેપુરામાં લોકોને CAA ના કાયદાની વિસ્તૃત માહિતી સાથેની ધરે ધર પત્રિકા આપી લોકો સમજાવતા રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા સુખસર બલૈયા સહિત વિવિધ ગામોમાં ભારતીય જનતા પાટીના કાર્યકરો, નેતાઓ, મંત્રીઓ દ્વારા દેશમાં લાગું કરવામાં આવેલ નાગરિકતા સંશોધન કાયદો (CAA) ના સમર્થનમાં લોકોના ધરે ધર જઈ CAA અને NRC ની વિસ્તૃત માહિતી આપતી પત્રિકાઓ તમામ સમાજના લોકોને આપી આ કાયદાથી કોઇએ ગભરાવવાની જરુર નથી એ વાત સાથે સભા યોજી રેલી કાઢી CAA નો કાયદો પાકિસ્તાન, અફધાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતિ સમાજના લોકોને નાગરીકતા આપવાનું જણાવી ભારત દેશમાં રહેતા હિન્દુ, મુસ્લિમ સમાજ સહિત કોઈ પણ સમાજના લોકોને દેશ બહાર કાઢવાનો કાયદો ન હોવાનું જણાવી દેશમાં લાગુ કરવામાં આવેલ કાયદાનુ સમર્થન કરી લોકોમાં જાગૃકતા લાવવા પહેલ કરાઇ હતી. જેમાં રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, પ્રફુલ્લભાઇ ડામોર, રેલ્વેના સભ્ય રીતેશભાઇ પટેલ, ડૉ.અશ્વિનભાઇ પારગી, ચુનીલાલભાઇ ચરપોટ, સરપંચ કચરુભાઇ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here