દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરામાં ગ્રામસભા યોજાઇ. તેમાં જિલ્લામાંથી અને તાલુકામાંથી અધીકારીઓ આવેલા હતા. તેમજ ગ્રામ સેવક, આંગણવાડી વર્કરો, તલાટી, સરપંચ સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. ફતેપુરામાં અમુક મુદ્દાઓ માથાના દુખાવા સમાન બની ગયા છે જેમ કે (1.) વોટર વર્ક્સનું પાણી રોડ ઉપર આવેલા છે, તે મુદ્દો અને આ મુદ્દા પૈકી ગ્રામજનોની જાણકારી મુજબ નળ આવે ત્યારે પાણી થોડું ઘણું બહાર વેરાય અને તે પાણી જવા માટે કોઈ પણ જગ્યા નથી. ભૂગર્ભ ગટર યોજના ફેર થયેલી છે અને તેમાં પાણી જતું નથી, બીજું એમ કે ખુલ્લી ગટરો પણ બનાવેલ નથી તો પાણી ક્યાં જશે? (2.) આંગણવાડી ઘટક ૪ માં જવા માટે નો રોડ બતાવો (3.) ફતેપુરા ગ્રામ પંચાયતની તળગામ સરકારી પડતર જમીનની નકલો મેળવી દબાણો દુર કરવા. (4.) ફતેપુરા ગામ પંચાયતમા ગામતળના દબાણો દુર કરવા અને તે દૂર કરી ખુલ્લા કરવા, મેઇન બજાર, ક્રોસિંગ રોડ, હોળી ચકલાસી થી લઈ પોલીસ લાઈન, પંચાલ ફળિયા, નાયક વાડા, ઝાલોદ રોડ વિગેરે ગામતળના દબાણો ખુલ્લા કરવા, આ બાબતે ટ્રાફિકની પણ ઘણી મોટી સમસ્યા છે, કેટકેટલી રજૂઆતો કરીને ગામ લોકો પણ થાક્યા, અધિકારીઓ પણ થાક્યા, આ બધું ચોપડામાં જ લખેલું રહી જાય છે. ઠીક છે, કળિયુગમાં બધું આવું ચાલે, ફતેપુરા ગામ પંચાયતમાં રજૂઆતો થાય છે, ગામના વિકાસની ચર્ચા થાય છે પણ આ બધું એક દિવસ માટે ગ્રામસભાના દિવસ માટે જ પછી બધું જ એજન્ડા બુકમાં જમા રહે છે. ફતેપુરામાં દબાણનો રાફડો છે તે પણ મિલીભગતથી થાય છે કે શું ? કેમ ભાઈ કળિયુગ છે અને આને વિકાસ કહેવાય છે? તેવું લોકોમાં અને ગ્રામસભામાં v
