દાહોદ જિલ્લાના ફતેપુરામાં ખાંટુશ્યામ મહાકિર્તન કાર્યક્રમનું થનાર ભવ્ય આયોજન

0
132

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં શ્રી ખાટુશ્યામ મહાકીર્તનનું ભવ્ય આયોજન મિત્ર મંડળ દ્વારા કરવામાં આવનાર છે. જેમાં તા.૧૫/૦૩/૨૦૨૦ ને રવિવારના રોજ સંગમ પાર્ટી પ્લોટ, બેંક ઓફ બરોડાની સામે, ફતેપુરા માં સાંજે ૦૭:૦૦ વાગ્યે ચિરાગ ગ્રુપ દિલ્હી વાળા દ્વારા રાખવામાં આવેલ છે. તેમાં ઓર્ગેનાઇઝર ઓમજી શર્મા, સિંગર જોન અજમેરી, સિંગર સાક્ષી શર્મા, સિંગર લકી વિગેરે કલાકારો દ્વારા આયોજન રાખેલ છે. તેમાં શોભાયાત્રા તા.૧૫/૦૩/૨૦૨૦ ને  બપોરના ૦૧:૦૦ કલાક કાઢવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં સર્વે ભાવિ ભક્તોને લ્હાવો લેવ આયોજક મિત્ર મંડળનું ભાવભીનું નિમંત્રણ છે. “એક શામ ખાંટુશ્યામ બાબા કે નામ”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here