દાહોદ જિલ્લાના ફતેપુરામાં વરસાદ પડતાં ખેડૂતોને પાક માં નુકશાન તો બીજી બાજુ જીવન જરૂરિયાતની ખરીદી માટે તંત્ર દ્વારા વધુ સમય છૂટછાટ માટે લોકમાંગ

0
110

દાહોદ જિલ્લાના ફતેપુુરા તાલુુકાના મુખ્ય મથક ફતેપુરામાં રાત્રી દરમિયાન વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો અને સવાર પડતા જ લોકોમાં કરિયાણું લેવા અને મેડિકલ સ્ટોર ઉપર દવાઓ અને હેન્ડ શેનીટાઈઝટ લેવા ભારે ભીડ જોવા મળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરામાં રાત્રીત દરમિયાન વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આ વરસાદથી ખેડૂતોને ઘઉં અને ચણાના પાકને મોટા પાયે નુકસાન થાય તેવું જણાઈ રહ્યું છે અને વધુમાં સવારે બંધના સમયમાં કરિયાણું અને શાકભાજી ખરીદવા માટે બે કલાકની આપેલી છૂટછાટ સવારના ૦૭:૦૦ વાગ્યા થી ૦૯:૦૦ વાગ્યા દરમિયાનમાં કરિયાણા માટેનો સમય ઓછો જણાઈ રહ્યો છે. જેથી કરી શાકભાજી ખરીદવા અને મેડિકલ સ્ટોર ઉપર ભારી ભીડભાડ વાળો માહોલ બની જતો હોય છે. વધુ જાણ મુજબ ફતેપુરાની આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ ફતેપુરા ગામના લોકો દ્વારા બે કલાકના સમય ગાળા દરમિયાન કરિયાણાની દુકાનોમાં પડાપડી થતી હોય છે. અને લોકો મને પહેલા આપી દો, મને પહેેલા આપી દો તેમાં એકબીજાનું  ડિસ્ટન્સ પણ રહેતું નથી. અને નિયમોનું પાલન થતું નથી અને વધુ ભીડ થાય છે. જેથી તંત્ર દ્વારા કરિયાણું ખરીદવા માટે થોડો સમય વધારાય તેવી લોક માંંગ ઉભી થવા પામી છે. વધુ સમય હોય તો એકબીજાનું ડિસ્ટન્સ રાખી શાંતિથી કરિયાણું ખરીદી શકાય અને એકબીજા ના સંક્રમણ થવાની સંભાવના ઘટે તેવું જણાઈ રહેલ છે. જેથી કરીને વાઈરસ ફેલાવના ભય ને દૂર કરી શકાય. માટે ફતેપુરા ગ્રામજનોની વિનંતીને જો ગ્રાહ્ય રાખી તંત્ર દ્વારા જો થોડી વધુ છુંટ આપવામાં આવે તો વ્યવસ્થા જાળવી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here