દાહોદ જિલ્લાના ફતેપુરામાં B.O.B. ના એક માત્ર ATM માં નાણાં જ નથી : ફતેપુરા અને ગામડાની પ્રજાને ATM માંથી રૂપિયા ન મળતા પારાવાર મુશ્કેલી

0
136

દાહોદ જિલ્લાના ફતેપુરામાં સંપૂર્ણ લોકડાઉનના સમયમાં પણ ફતેપુરામાં બેંક ઓફ બરોડાનું ATM પાછલા ૨૦ દિવસથી નો બેલેન્સ.
ફતેપુરામાં બેંક ઓફ બરોડાનું ATM પોલીસ સ્ટેશન રોડ પર આવેલું છે, ત્યારે આ ATM માં ૨૦ દિવસથી બેલેન્સ નાખવામાં આવતું નથી. જેથી લોકડાઉનનો સામનો કરી પૈસા ઉપાડવા ગામડામાંથી આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકો ATM પર આવી ધક્કો ખાઈ અને પાછા જતા હોય છે. જેથી સત્વરે આ ATM માં બેલેન્સ નાખવામાં આવે તેવી જનતાની માંગ અને વિનંતી છે. આ બાબતે ગ્રામ્ય જનતાને ધક્કા ખાવા પડે તે માટે વહીવટી તંત્ર આ બાબતે કોઈ નક્કર પગલાં ભરે તેવી લોક માંગ છે.

વધુ માં જો આ ATM માં હજી પણ નાણાં નાખવામાં આવ્યા નહીં તો આ લોકડાઉનમાં પણ ફતેપુરાની જનતા અને આજુબાજુના ગામડાની જનતા ગાંધી ચીંધ્યા માર્ગે કોઈ ઠોસ પગલાં ભરે તેવી લોકચર્ચા ચર્ચાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here