દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરામાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ. ફતેપુરા પોલીસ સ્ટેશનમાં આયુર્વેદિક ઉકાળો અને હોમિયોપેથિક આર્સનિક ગોળી પણ આપવામાં આવી હતી. હોમિયોપેથિક મેડિકલ ઓફિસર બારીયા અને આયુર્વેદિક મેડિકલ ઓફિસર અલકાબેન બારીયા અને તેઓના સ્ટાફ દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફને અને જી.આર.ડી.ના જવાનોને આયુર્વેદિક અમૃતપેય ગરમ ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો અને તેમાં હોમિયોપેથીક આર્સનીક આલબમ ત્રીસની હોમીઓપેથીક ગોળીઓ પણ આપવામાં આવી હતી. જેટલા હાજર રહેલ સ્ટાફના જવાનો હતા તેઓએ આ દવાનો લાભ લીધો હતો.
