દાહોદ જિલ્લાના ફતેપુરામાં મોટીરેલ પૂર્વમા અમારા કૂવામાંથી પાણી ભરવા કેમ આવે છે તેમ કહી મહિલાની કરી નાખી હત્યા

0
403

દાહોદ જિલ્લાના ફતેપુરાના મોટીરેલ પૂર્વ ગામના શાંતાબેન સોમાભાઈ કટારાનાઓ તેઓની ઘર નજીક તેઓના વડીલો દ્વારા કુવો બનાવવામાં આવ્યો હતો. ત્યાંથી મરણ જનાર શાંતાબેન આ કુવા ઉપર પાણી ભરવા માટે ગયા હતા અત્યારે રાકેશ મનસુખ કટારા અને અશોક મનસુખ કટારા તેમજ તેરસિંગ પૂજા કટારા ત્રણે જણ મોતીરેલ પૂર્વના કુવા પર આવી શાંતાબેન સોમાભાઈ કટારાને માં સમણી ગાળો બોલવા લાગેલા અને અહીંથી પાણી કેમ ભરે છે. આ કુવો અમારો છે. તેમ કહી રાકેશ મનસુખ કટારાએ લાકડી વડે જમણા હાથના કાંડા ભાગે તથા જમણા પગના કાંડાના ભાગે અને માથાના ભાગે તેમજ બરડાના ભાગે મારી દીધેલું તેમજ અશોક મનસુખ કટારાનાઓએ લાકડી વડે શાંતાબેનના બરડામાં તેમજ શરીરે માર મારેેલો તથા તેરસિંગ પૂજાએ લાકડી વડે બન્ને પગ ઉપર અને શરીરે મારેલ. આ ત્રણેય જણાં હાથમાં લાકડીઓ લઇ મારી અને તેે જ્યાં સુધી જમીન ઉપર પડી ના ગઈ ત્યાં સુધી માર મારતા હોઈ તેને છોડાવવા ફરિયાદી સોમલી બેનનું કહેવું કે અમને પણ મારશે તેમ કરી તેને છોડાવવા કોઈ ગયેલ નહીં. પછી આ ત્રણ જણા શાંતાબેન જમીન ઉપર પડી જવાથી ભાગી જતા અમો જોવા ગયેલા ત્યારે તેમને બોલાવતા કંઈ પણ બોલતી ચાલતી ન હતી.

જેથી શાંતાબેનની છોકરી કલીને ટેલિફોનથી જાણ કરેલ અને કહેેલ કે તમો તાત્કાલિક અહીંયા આવો તારી માને રાકેશ, અશોક અને મનસુખ કે મારી નાખેલ છે. ત્યારે તેમની છોકરી અને તેનો પતિ સુરેશ આવી ગયેલ અને ગામના બીજા માણસો પણ આવી ગયેલા. અમારા ગામના સરપંચ પણ આવી ગયેલા જેથી ગામના માણસોએ ફરિયાદ કરવાનું કહેતા અમો ફરિયાદ કરવા અને આ ત્રણેય આરોપીઓ (1.) રાકેશ મનસુખ કટારા (2.) અશોક મનસુખ કટારા અને (3.) તેરસિંગ પૂજા કટારા વિરુદ્ધ અમારે પોલીસ ફરિયાદ આપેલ છે પોલીસે ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી લીધેલ છે. વધુ તપાસ પોલીસ ચલાવી રહેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here