દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં કોર્ટના વકીલ મંડળની આજે તા.૦૯/૦૬/૨૦૨૦ ને રોજ વકીલ મંડળના પ્રમુખ શરદભાઈ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં મીટીંગ મળી હતી. જેમાં વકીલ ચંદ્રસિંહ પારગી, પ્યારેલાલ કલાલ, શબ્બીરભાઈ સુનેલવાલ, રાઠોડ તેમજ મોટી સંખ્યામાં વકીલ મિત્રો હાજર રહ્યા હતા. વકીલ મંડળની મીટીંગમાં સોશિયલ ડિસ્ટન્સનુ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું, તેમજ દરેક વકીલોએ માસ્ક પણ પહેરેલા હતા. વકીલ મંડળની મિટિંગમાં ફતેપુરા ખાતે નવી કોર્ટ બિલ્ડીગ તૈયાર થઈ ગયેલ હોઇ તેે અનુસંધાને બિલ્ડિંગના ઉદ્ઘાટન પ્રસંગની તૈયારી બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. હાલમાં કોરોના વાયરસની ગંભીર મહામારી હોઈ સરકાર ના આદેશ મુજબ અને કાયદા મુજબ ઉદ્ઘઘાટન કરવા માટેની ચર્ચા કરવામાં આવેલ હતી. તેમાં નવી કોર્ટમાં કાર્યવાહી શરૂ થાય તો સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને હાલ જે કોર્ટમાં કામગીરી ચાલે છે તે સાંકડી હોવાથી સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી તેની બિલ્ડીગની હાલત પણ જર્જરિત થયેલ છે અને વરસાદ પડતાં ક્યારે બિલ્ડીગ પડે તે કહી શકાય નહીં. નવી કોર્ટમાં કાર્યવાહી ચાલુ કરવામાં આવે તો આવનાર પક્ષકારો સહિત તમામને સગવડ રહે તે બાબતને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી માર્ગદર્શન પણ આપવામાં આવેલ હતું
