દાહોદ જિલ્લાના ફતેપુરામાં કોરોના મહામારીને લઇને તથા ફતેપુરામાં કોરોના પોઝિટિવ કેસો જણાતા અને સંક્રમણ વધતા વેપારીઓએ પોતાની સલામતી અને એકબીજાથી સંક્રમણ ન વધે તેને લઈ અનાજ માર્કેટના ચેરમેન પ્રફુલભાઈ ડામોર અને વેપારીઓ દ્વારા મિટિંગ કરી તેઓની સ્વેચ્છાએ માર્કેટયાર્ડ ચાલુ કરવા અને તેમાં દુકાનો ખોલવાનો સમય સવારના ૦૮:૦૦ વાગ્યાથી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. જે આવતી કાલથી તા.૧૬/૦૭/૨૦૨૦ અમલમાં આવશે. તે બાબતે ખેડૂતોને જાણકારી માટે રિક્ષામાં માઇક બાંધી એલાઉન્સ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના ભાગરૂપે અનિશ્ચિત સમય માટે આ સમય રહેશે. તેવું ચેરમેન પ્રફુલભાઈ દ્વારા જાણવા મળેલ છે અને તેઓએ જણાવેલ છે કોઇ પણ વેપારી નિયમનું પાલન કરશે નહિ તો તેઓને વેપારી એસોસિયેશન દ્વારા દંડ કરવામાં આવશે.
દાહોદ જિલ્લાના ફતેપુરામાં કોરોના મહામારીને પગલે APMC માર્કેટ યાર્ડના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
RELATED ARTICLES