દાહોદ જિલ્લાના ફતેપુરામાં આજ રોજ કુમારશાળાનું નવીન બનેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું

0
279

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ફતેપુરામાં કુમાર શાળાની નવીન બનેલ બિલ્ડિંગનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસના કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો, તેમાં ફતેપુરના ધારાસભ્ય રમેશભાઈ કટારા, ચુનીલાલ ચરપોટ, ડોક્ટર અશ્વિનભાઈ પારગી, રાષ્ટ્રીય મુસ્લિમ ઘાંચી સમાજના પ્રભારી તથા બીજેપી કાર્યકર ઇશાકભાઇ પટેલ, શરદભાઈ, પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ, પી.એસ.આઇ., સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયત સભ્યો અને સ્કૂલના કાર્યકરો, ગ્રામજનો, આગેવાનો અને વાલીઓ હાજર રહ્યા હતા. મંત્રી જશવંતભાઈ દ્વારા રીબીન કાપી લોકાર્પણનો કાર્યક્રમ શરૂ કર્યો હતો અને નવીન બિલ્ડીંગ 1.29 લાખના ખર્ચે બનેલ તેમાં બાર ઓરડા અને ભૌતિક સગવડો મેદાન પાણીની સગવડ કમ્પાઉન્ડ વોલ રમત-ગમતના સાધનો વગેરે આધુનિક સગવડો સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું નવીન શાળા તૈયાર થઈ જતાં છોકરાઓને દૂર સુધી ચાલીને જવું પડતું હતું પરંતુ હવે નહીં જવા પડે એ બાબતે વાલીઓ અને છોકરાઓમાં પણ ખુશીનો માહોલ જણાયો હતો.વધુમાં મંત્રી જશવંતસિંહ ભાભોર દ્વારા શિક્ષણને લગતા કાર્યક્રમોની ચર્ચાઓ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here