દાહોદ જિલ્લાના ફતેપુરામાં વર્ષો જૂની બાલમંદિર વાળી દિવાલ વરસાદના કારણે પડી ગઈ

0
140

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના ગ્રામ પંચાયતની હદમાં આવેલ ગામતળ ગણાતા વિસ્તારમાં વર્ષો જુનુ એક મકાન આવેલું છે. ત્યાં પહેલા બાલમંદિર ચાલતું હતું અને હાલમાં તે ખંડેર હાલતમાં હતું અને વર્ષોથી બંધ પડેલું હતું. આ મકાનનો ઉપયોગ કરવામાં આવતો ન હતો. વધુ વરસાદ પડતા અંદર પાણી ઉતરતા દિવાલ પડી ગઈ હતી. આ મકાનની આજુબાજુનો રહેણાંક વિસ્તાર તેમજ કેબીનો આવેલ હોવા છતાં દીવાલ પડવાથી કોઇને પણ કોઇ જાતની જાનહાની કે નુકસાન થયેલ નથી, આ ઘટના સંદર્ભે ગ્રામ પંચાયત દ્વારા  મકાનની પડી ગયેલ દીવાલની સાફ સફાઈ કરાવી દોરી એને સાફ-સફાઈ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here