દાહોદ જિલ્લાના ફતેપુરા કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા સી.પી. મુનિયાની દાહોદ બદલી થતા યોજાયેલ વિદાય સમારંભ

0
1277

 PRAVIN KALAL –– FATEPURA 

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા સી.પી.મુનિયાની દાહોદ કોર્ટમાં બદલી થતા કોર્ટના પટાંગણમાં વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. આ વિદાય સમારંભમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.ડી. ત્રિવેદી, નવીન હાજર થયેલ સરકારી વકીલ એ.પી. ગામીત, વકીલ મંડળના પ્રમુખ ચંદ્રસિંહ પારગી, સેક્રેટરી રાઠોડ, વકીલ પ્યારેલાલ કલાલ, અબ્દુલભાઈ ઘાંચી, શબ્બીરભાઈ સુનેલવાલ, પંકજભાઈ પંચાલ, સ્ટાફ ગણ તેમજ મોટી સંખ્યામાં વકીલ મિત્રો હાજર રહ્યા હતા. વિદાય થતા સરકારી વકીલ સી.પી. મુનિયાને વકીલ મંડળ તરફથી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ નવીન હાજર થયેલ સરકારી વકીલ એ.પી. ગામીતને પુષ્પગુચ્છ આપી આવકારવામાં આવ્યા હતા. પ્રસંગને અનુરૂપ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને વકીલ મંડળના પ્રમુખ ચંદ્રસિંહ પારગી દ્વારા બે શબ્દો બોલી લાંબા અને તંદુરસ્ત આયુષ્ય માટે તેમ જ ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે આશીર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમ.એલ. પરમારએ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here