દાહોદ જિલ્લાના ફતેપુરા ગામમાં હડકાયેલા કુતરાએ બે દિવસમાં ૧૪ લોકોને કરડતા ગ્રામજનોમાં ભયનું માહોલ

0
118

 PRAVIN KALAL –– FATEPURA 

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં એક હડકાયેલા કૂતરાએ આંતક મચાવી રાખ્યો છે. જાણવા મળેલ છે કે તે હડકાયેલું કુતરુ દોડીને રાહદારીઓને કરડે છે અને આ હડકાયેલા કુતરા દ્વારા કરડવાનો ભોગ ઘણા ખરા રાહદારીઓ બન્યા છે. જેમાં ગઈકાલે તા.૧૨/૦૩/૨૦૧૯ ના રોજ પાંચેક રાહદારીઓને કરડયું હતું અને આ બધા જ રાહદારીઓએ ફતેપુરા સરકારી દવાખાને સારવાર લીધી હતી. અને આજે તા.૧૩/૦૩/૨૦૧૯ ના રોજ પણ નવ જેટલા ગ્રામજનોને બટકા ભરતા તે દરેકે પણ સરકારી દવાખાને સારવાર લીધી હતી. અને આ દરેક રાહદારી અને ગ્રામજનોને સરકારી દવાખાને ઇન્જેક્શનો અપાયા હતા. વધુ પડતા કેશો પીપલારા અને આજુ બાજુના જણાઈ રહેલ છે, વધુ જાણકારી મુજબ આ સમાચાર છપાય છે ત્યાર સુધી આ હડકાયેલું કૂતરું પકડાયેલ નથી અને વધુ બે કેસ નોંધાયા છે તેવી જાણકારી મળી રહેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here