દાહોદ જિલ્લાના ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા રાખેલ ગ્રામસભામાં જિલ્લા કે તાલુકામાંથી કોઈ અધિકારી ન આવતા ગ્રામજનોએ ગ્રામસભાનો કર્યો બહિષ્કાર

0
170

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરા ગામની ગ્રામ પંચાયતમાં આજે તા.૦૬/૧૨/૨૦૧૯ ને શુક્રવારના રોજ ગ્રામસભાનું આયોજન રાખવામાં આવેલ હતું પરંતુ ગ્રામજનોએ ગ્રામસભાનો બહિષ્કાર કર્યો હતો. ગ્રામજનોનું કહેવું હતું કે ગ્રામસભામાં તાલુકામાંથી, જિલ્લામાંથી કોઈ અધિકારી એક કલાક જેટલો સમયની રાહ જોવા છતાં કોઇ પણ અધિકારી ગ્રામસભામાં આવેલ ન હતા. તેથી ગ્રામજનો દ્વારા ગ્રામસભા મુલત્વી રાખવામાં આવી હતી. ગ્રામ પંચાયતમાં દરેક વખતે લેવાયેલ મુદ્દા પ્રત્યે કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી. એકત્રિત થયેલા ગામલોકો દ્વારા જણાવેલ કે ગામની અંદર દબાણનો પ્રશ્ન, પાણીનો પ્રશ્ન તેમાં ભાણાસીમલ થી આવતું પાણી કૂવામાં ગદા પાણી ભેગું નાખી પછી સંપમાં નાખી અને નળ વાટે આપવામાં આવે છે. આ કુવાનું પાણી ચેક કરવામાં આવે તો તે પીવાલાયક પાણી નથી. આ બાબતે વારંવાર પત્રકારો દ્વારા ન્યુઝ પ્રકાશિત કરવામાં આવે છે અને વારંવાર જાણ કરવામાં આવે છે છતાં પણ ઉપલા અધિકારીઓ પણ આ બાબતે કેમ ધ્યાન દોરતાં નથી એક પ્રશ્ન છે ગામની અંદર કેટલાયે લોકો તાવ, મેલેરિયા, ડેંગુ જેવા રોગથી પીડાઇ રહેલા છે, પરંતુ આ બાબતે તંત્ર અને ગ્રામ પંચાયતને કેમ રસ નથી ? તે જાણવું રહ્યું. બીજું ફતેપુરા ગામની અંદર ચારે બાજુ રસ્તા ઉપર પાણી આવે છે તેનો પણ કોઈ નિકાલ કરવામાં આવતો નથી અને તેનાથી ગામમાં મચ્છરનો ઉપદ્રવ વધી ગયેલ છે. અને જેની જાણકારી હોવા છતાં પણ દવાનો છંટકાવ કરવામાં આવતો નથી. ફતેપુરામાં ડેન્ગ્યુના કેસોનું પ્રમાણ પણ વધી ગયેલ છે કે જેઓ બહાર જઈ દવા કરાવે છે. અંદાજિત ૧૫ જેટલા કેસો ફતેપુરા થી બહાર જઈને દવાઓ કરાવેલ છે, પરંતુ મેડિકલ અધિકારીઓ શાની રાહ જોઈ રહ્યા છે તે સમજાતું નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here